Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ ખાતે "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" ની ઉજવણી કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.૦૮ મી માર્ચે "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ"ની રાજય સહિત દેશભરમાં અનેકવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ “ડિઝિટ ઓલ : ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી” છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષપદે તા.૦૧/૦૩/૨૦૨૩ ના રોજ રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ ખાતે સવારે ૧૧.૦૦ કલાકે "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ"ની ઉજવણી પ્રસંગે કાર્યક્રમ યોજાનાર છે.

“બેટી બચાવો, બેટી પઢાવો” ની થીમ આધારિત જિલ્લાકક્ષાની ઉજવણીનો આશય મહિલાઓના સન્માન, શક્તિ અને ક્ષમતામાં વધારો કરવા, સમાજમાં સમાન હક અને તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.

(10:27 pm IST)