Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

રાજપીપળામાં નગરપાલિકા દ્વારા G20 અને સ્વચ્છ ભારત મિશન હેઠળ જનજાગૃતિ રેલી કાઢવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્નું સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશમાં  ઘણા કાર્યક્રમો થાય છે અને આ અભિયાન બાદ ઘણી સ્વચ્છતા પણ જોવા મળી છે જોકે ફક્ત વહીવટી તંત્રનાં માથે ટોપલા નાંખવા કરતા જે તે ગામના લોકો પણ પોતાના શહેર કે ગામને સ્વચ્છ રાખવા પોતાનું યોગદાન આપે તો આપણો દેશ ચોક્કસ વિદેશ ની માફક સ્વચ્છતા તરફ આગેકૂચ કરશે.
ત્યારે રાજપીપળા નગરપાલિકા દ્વારા G20 અને સ્વચ્છ ભારત મિશન જનજાગૃતિ અભિયાનને ધ્યાનમાં રાખીને શાળાના બાળકો સાથે એક વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વામી સિધ્ધેશ્વરજી,પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સાથે પાલિકાનાં સદસ્યો ,શાળાના બાળકો તેમજ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી નગરપાલિકા ખાતેથી નિકળી શહેરના મુખ્ય માર્ગો પર હાથમાં જાગૃતિ માટેના બોર્ડ સાથે ફરી લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા પ્રયત્ન કર્યો હતો.

(10:27 pm IST)