Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ડેડીયાપાડા ખાતે સરપંચ પાસે રૂ.૧૫૦૦૦ની લાંચ લેનાર તલાટી એસિબીના છટકા માં રંગે હાથ ઝડપાયો

RCC રસ્તાના કામ માટે ૧૫માં નાણાં પંચ માંથી કુલ રૂ।.૩,૬૨૦૦૦ જેટલી રકમ મંજુર કરવામાં આવેલ જેમાં ટકાવારી તલાટીએ માંગતા ભેરવાયો

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગ્રામ પંચાયતનાં તલાટી ગામના જ સરપંચ પાસે લાંચ માંગતા એસીબી ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી ગુનો દાખલ કર્યો છે

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદ ડેડીયાપાડા બસ ડેપો સામે આવેલા એક મકાનમાં એસીબી એ ટ્રેપ ગોઠવી હોય જેમાં ટ્રેપિંગ અધિકારી માં ડી.ડી.વસાવા,પો.ઇન્સ.નર્મદા એ.સી.બી. પો.સ્ટે.રાજપીપળા એ તેમની ટીમ સાથે ઝાંક ગામમાં સરપંચ ની ફરિયાદના મુજબ RCC રસ્તાના કામ ૧૫માં નાણાં પંચમાંથી કુલ રૂ।.૩,૬૨૦૦૦- જેટલી રકમ મંજુર કરવામાં આવેલ જે રસ્તાના કામો સરપંચે જાતે કરેલ હોય તેમના ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી રીતેષભાઈ ગેમરભાઈ દેસાઈનાઓએ આ કામોની ટકાવારી ફરિયાદી પાસે માંગેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય માટે એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ કરતાં આ ફરીયાદ આધારે રાજપીપળા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કરતાં તલાટી રીતેષભાઈ ગેમરભાઈ દેસાઈ રૂા.૧૫,૦૦૦ લાંચની માંગણી કરી હોય એ રકમ સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જતાં એસીબીએ તેની સામે ગુનો દાખલ કર્યો છે

(12:43 pm IST)