Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ગુજરાતમાં કમોસમી હળવો વરસાદ થવાની સંભાવના: સ્કાયમેટ વેધર

ગુજરાત રાજ્ય આ સિઝન દરમિયાન ફેબ્રુઆરીમાં ગરમીને બાદ કરતા કોઈપણ નોંધપાત્ર હવામાનથી મુક્ત રહેલ છે. 

આ સિઝનમાં ભુજમાં જોવા દાયકામાં પ્રથમ વખત ફેબ્રુઆરીમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન જોવા મળ્યું.
પરંતુ આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં થોડો હળવો વરસાદ પડી શકે છે.  આ હળવો વરસાદ ૩ અને ૫ માર્ચની વચ્ચે જોવા મળી શકે છે. ૪ માર્ચે વધુ અપેક્ષા છે  વરસાદ ખૂબ જ હળવો છુટા છૂટી જેવો વરસાદ હશે.  જુદા જુદા વિસ્તારોમાં આ વરસાદ જોવા મળશે તેમ સ્કાયમેટ કહે છે.
આ વરસાદનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સતત પસાર થવું અને તે એન્ટિસાઈક્લોનને દક્ષિણ તરફ ખસેડી રહ્યું છે.  રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન બનશે.  આ સાથે, પવનની પેટર્નમાં ફેરફાર જોવા મળશે અને સંભવતઃ ગુજરાત પર નબળું પરિભ્રમણ રચાઈ શકે છે

(9:38 pm IST)