Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં બે ગાડી ધડાકાભેર અથડાતા બે જૂથ બાખડ્યા:સામસામે હુમલો થતા અફડાતફડી મચી જવા પામી

પાલનપુર: શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલ મતદાન મથક નજીક ગાડી ટકરાવાને લઈ બે વ્યક્તિ વચ્ચે તકરાર થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા એક વ્યક્તિ દ્રારા પથ્થર મારીને ગાડીના કાચ તોડી દેવામાં આવતા લોકોમાં  અફરાતફરી મચી જવા પામી હતી જેને લઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડયો હતો.

પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે રવિવારે તમામ મતદાન મથકો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્રારા તમામ બુથનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું હતું દરમ્યાન બપોરના સમયે ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલ બ્રાન્ચ શાળાના મતદાન મથક નજીક ગાડી ટકરાવાને લઈ બે વ્યક્તિ વચ્ચે તકરાર થઈ હતી જે તકરાર ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા એક શખ્સે પથ્થર મારીને ગાડીના કાચ તોડી નાખતા મામલો બીચકયો હતો જોકે મતદાન મથક નજીક બે જૂથ વચ્ચે બબાલ થતાં આ વિસ્તારના લોકોમાં અફરાતફરી મચી હતી જેને  લઈ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા એએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમજાવટ ને પગલે મામલો થાળે પાડયો હતો જેને લઈ લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.

(5:30 pm IST)
  • જૂનાગઢ રાજકોટ હાઇવે પર ગોમટાથી લઈને ખોડિયાર પરોઠા હાઉસ સુધી 15 કિલોમીટર હાઇવે પર ડુંગળી ભરેલા ટ્ર્કના થપ્પા લાગ્યા : ડુંગળીની ચિક્કાર આવક access_time 10:26 pm IST

  • રેલ્વે મુસાફરોને વધુ એક સુવિધા મળશેઃ દેશની ૫૦ જેટલી ટ્રેનમાં wi-fi સિસ્ટમ્સ ઉપલબ્ધ કરાશે : રાજધાની, શતાબ્દી, દુરંતોમાં ટૂંક સમયમાં ટ્રેનોમાં wi-fi સુવિધા મળશેઃ પ્રથમ તબકકા માટે ૨૭ કરોડનું બજેટ ફાળવાયું access_time 4:27 pm IST

  • જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રદ્દ : ૭ માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો કોરોના સંકટને કારણે કલેકટરે બેઠક યોજી મેળો રદ્દ કરવાનું નક્કી કર્યુ access_time 5:06 pm IST