Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

દક્ષિણ ગુજરાતનો કુખ્યાત બુટલેગર ઝડપાયો;પ્રોહીબીશનના 23 ગુન્હામાં નાસ્તો ફરતો કૈલાશ મારવાડીને દબોચી લેવાયો

મૂળ રાજસ્થાની કૈલાશને કામરેજના વલથાણ નજીકથી જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમે પકડી પાડ્યો

સુરત ;દક્ષિણ ગુજરાતના કુખ્યાત બુટલેગરને ઝડપી લેવાયો છે બ્રોહીબીશનના 23 ગુન્હામાં નાસતોફરતા આરોપી કૈલાશ ઉર્ફે ભેરુલાલ મારવાડીને કરજણના વલથાણ નજીકથી જિલ્લા એલસીબી અને એસોઈજીના સંયુક્ત ઓપરેશનમાં દબોચી લેવાયો છે
  જાણવા મળતી વિગત મુજબ દક્ષિણ ગુજરાતનો કુખ્યાત બુટલેગર અને પ્રોહીબિશનના 23 ગુનામાં નાસ્તો ફરતો બુટલેગર એવા. મૂળ રાજસ્થાનનો રહેવાસી આરોપી  કૈલાશ ઉર્ફે ભેરૂલાલ મારવાડીને ઝડપી પાડ્યો હતો કૈલાસ મારવાડી ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં અવનવા કિમીયાઓ અપનાવી વિદેશી દારૂની હેરા-ફેરી કરતો હતો.

    સુરત પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આઓપીને પકડી પાડવા સુરત જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસને સૂચના અપાયેલ તેવામાં સુરત પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જિલ્લાની એલસીબી અનેએસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન એલસીબી પોલીસને ખાનગી રહે. બાતમી મળી હતી.કે દક્ષિણ ગુજરાતનો કુખ્યાત બુટલેગર અને પ્રોહીબિશનના 23 ગુનામાં નાસ્તો ફરતો બુટલેગર કૈલાશ ઉર્ફે ભેરૂલાલ મારવાડી કામરેજના વલથાણ ગામ નજીક ઉભેલ છે અને તે સુરત શહેર તરફ જનાર છે તેવી બાતમીના આધારે  સુરત જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે બાતમી વળી જગ્યા ઉપર છટકું ગોઠવી દક્ષિણ ગુજરાતના નાસ્તા ફરતા કુખ્યાત આરોપી કૈલાસ ઉર્ફે ભેરૂલાલ મારવાડીને ઝડપી પાડ્યો હતો.

(10:52 pm IST)