Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

વિરમગામ તાલુકાના સચાણા ખાતે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ તાલુકાના સચાણા ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, મહામંત્રી દિપકભાઈ પટેલ,ઉપપ્રમુખ શક્તિસિંહ ઝાલા, જિલ્લા સદસ્ય પ્રમોદભાઇ પટેલ તથા વિષ્ણુભાઈ,તાલુકા સદસ્યો હરિભાઈ, રાજુભાઈ, હિતેશભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકભાઈ પટેલ, કારોબારી ચેરમેન મયુરભાઈ ચાવડા, નવનિયુક્ત સરપંચો,મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને સરકારી સ્ટાફ, ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : રસીક કોળી- રૂપાવટી)

(6:17 pm IST)