Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

કોરોનાની ત્રીજી લહેર ના ભણકારા વચ્ચે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ના બાદલપરા ગામ ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત : શાળાને ૧૦ દિવસ બંધ કરવા આદેશ

વેરાવળ તા.૧  : કોરોનાની ત્રીજી લહેર ના ભણકારા વચ્ચે ગીર સોમનાથ ની સરકારી શાળા માં કોરોના નો પગ પેસારો થયો છે.વેરાવળ ના બાદલપરા ગામ ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત થયા છે.

   ધોરણ 7 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના ની ઝપટ માં આવ્યા છે.શિક્ષણ વિભાગ દ્વારા તકેદારી ના ભાગ રૂપે શાળા ને ૧૦ દિવસ માટે બંધ કરવા આદેશ આપ્યો છે

    સંક્રમિત શિક્ષિકા અને વિદ્યાર્થી ના સંપર્ક માં આવેલ લોકો ના ટેસ્ટીગ હાથ ધરવામાં આવ્યા છે.શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે.વાલીઓ અને વિદ્યાર્થીઓ સાવચેત થાય તે જરૂરી છે.શાળા ઓ માં કોરોના ના નિયમો નું ચુસ્ત પાલન કરાવવું જરૂરી છે.

(3:14 pm IST)