Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

દીકરીની વ્હારે દીકરી

આયુષીએ પોતાના લગ્નમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત આપ્યુ ૨૫ હજારનું દાન

વરાછા બેંકના સ્થાપક અને કોલમીસ્ટ પી.બી.ઢાંકેચાની પ્રપૌત્રીએ તેના નાનાશ્રીના વિચારોમાંથી પ્રેરણા લઈ કર્યુ પ્રેરક કાર્ય

રાજકોટઃ જેમ ‘મોરનાં ઈંડાને ચીતરવા ન પડે’ તેજ રીતે વરાછા બેંકના સ્થાપક અને જાણીતા કોલમીસ્ટ પી.બી.ઢાંકેચા (મો.૯૮૨૫૧ ૩૬૯૯૦)ની પ્રપૌત્રી ચિ.આયુષી માલવિયાએ પોતાના નાનાશ્રીનાં વિચારોથી પ્રેરણા લઈ અને આચરણને અનુસરીને પોતાનાં જ લગ્નપ્રસંગ નિમિત્તે ડાયમંડ હોસ્પિટલને ‘‘બેટી બચાવો, બેટી પઢાઓ’’ યોજના અંતર્ગત દીકરીઓના જન્મ ખર્ચ પેટે રૂપિયા ૨૫,૦૦૦નું દાન આપ્યું છે અને તેમાં ખાસ વાત તો એ છે કે આ દાન તેઓએ પોતાની સ્વકમાઈમાંથી  ભેગી કરેલ બચતમાંથી આપ્યું છે.
તેઓએ ભણતરમાં બી.ટેક.(આઈટી) ડીગ્રી હાંસીલ કરીને ટાટા ગ્રુપમાં નોકરીએ લાગ્યા હતા અને તેના પ્રથમ પગારમાંથી આ દાન આપીને એક ઉંત્તમ ઉંદાહરણ પૂરૂં પાડયું છે.
આ માટે હોસ્પિટલના હોદ્દેદારશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. તેમજ તેને લગ્ન પ્રસંગ નિમિત્તે તેમને ‘અખંડ સૌભાગ્યવતી’ના આશિર્વાદ પાઠવેલ.
ચિ.આયુષીના પિતા શ્રી ધર્મેશભાઈ તેમજ માતા શ્રી ગીતા બહેને પુત્ર અને પુત્રીમાં તફાવત ન રાખતા દીકરીને વારસામાં ભણાવી ગણાવીને તેમજ સારા સંસ્કારોનું ચિંતન કરીને સ્વનિર્ભર કરી છે તે પણ ખુબ જ સરાહનીય અને સમાજને માટે એક ઉંત્તમ પ્રેરણારૂપ કાર્ય કર્યું હોવાનું અંતમાં જણાવેલ હતું

 

(11:08 am IST)