Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કોરોનાકાળમાં લોનગેસ્ટ રનિંગ બુક એક્ઝિબિશન યોજવા બદલ ગુજરાત યુનિવર્સીટીને વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત

કુલપતિ હિમાંશુ પંડ્યાને વલ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત કરાયું : રજિસ્ટ્રાર- પીએમ. પટેલ અને કોમ્પ્યુટર સેન્ટરના નિર્દેશક બીએસ અગ્રવાલે પણ હાજર રહ્યા

કોરોનાકાળમાં લોનગેસ્ટ રનિંગ બુક એક્ઝિબિશન યોજવા બદલ વલ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાને વલ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યો છે.કોરોના મહામારી દરમિયાન લોનગેસ્ટ રનિંગ બુક એક્ઝિબિશનનું કીર્તિમાન ગુજરાત યુનિવર્સીટી લાઈબ્રેરી દ્વારા સ્થાપવામાં આવ્યું છે. 2021ના પહેલા દિવસે જ ગુજરાત યુનિવર્સિટીને વલ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર- પીએમ. પટેલ અને કોમ્પ્યુટર સેન્ટરના નિર્દેશક બીએસ અગ્રવાલે પણ હાજર રહ્યા હતા.

– એન્જીનિયરિંગ, ફાર્મસી,મેડિકલની એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રથમ વર્ષ BSCમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ની સરકારી/ ગ્રાન્ટેડ કૉલેજમાં પ્રથમ વર્ષ BSC પ્રવેશ પ્રક્રિયામાં એન્જીનીયરીંગ, મેડિકલ, ફાર્મસી જેવી બ્રાન્ચના એડમિશન પ્રક્રિયા સંપુર્ણ પૂર્ણ થયા પછી બીએસસી માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ બીએસસી કરવા ઇચ્છુક છે તેવા વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે.આ માંગણી વારંવાર કરવામાં આવી રહી છે. આ મુદ્દે યોગ્ય પગલાં નહિ લેવામાં આવે તો સાયન્સની ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને થતા અન્યાય અંગે રાજ્યપાલને રજૂઆત કરવામાં આવશે.

સામાન્ય રીતે ઊંચા મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ બી.એસસી.ની કોલેજોમાં પ્રવેશ માટે એપ્લિકેશન કરતા હોય છે પરંતુ જ્યારે તેમને તેમની પસંદગીની બ્રાંચમાં એટલે કે એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ મેળવી જતો હોય છે ત્યારે આવા વિદ્યાર્થીઓએ બીએસસી ની પ્રવેશયાદીમાંથી પોતાનું નામ કેન્સલ કરાવતા નથી અને આવી જગ્યાઓ જે તે ગ્રાન્ટેડ કોલેજમાં પૂર્ણ ભરાયેલી બતાવવામાં આવે છે. ત્યારે સ્વાભાવિક રીતે જ આ કોલેજોમાં ઓછી ટકાવારીવાળા વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકતો નથી. મોંઘી ફી ભરીને ફરજિયાત પણે સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં પ્રવેશ લેવો પડતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મુદ્દે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી કે જે વિદ્યાર્થીઓ સરકારી /ગ્રાન્ટેડ કોલેજમાં ભણવા ઇચ્છુક નથી તેઓને નોટિસ આપીને તેમના પ્રવેશ રદ કરવામાં આવે જેથી કરીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓમાં પ્રવેશ પામી શકે. પરંતુ હજુ સુધી આ મુદ્દે કાર્યવાહી થતી જોવા મળી નથી.

(12:22 am IST)