Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજપીપળા તબીબના સરકારી કવાટર્સમાંથી રૂ.૧.૯૧ લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી : સ્થાનિકોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ શિયાળા ની ઠંડીમાં રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના કિસ્સા બનતા હોય જેમાં ખાસ ઘર જ્યારે બંધ હોય ત્યારે તસ્કરો તેનો લાભ ઉઠાવી જાય છે,ગતરોજ રાજપીપળા પાસે આવેલ વડીયા પેલેસ સરકારી વસાહત માં ઘરનું તાળું તોડી તસ્કરો ૧.૯૧ લાખના સોના,ચાંદીના દાગીના ચોરી જતા અન્ય સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે.
           પ્રાપ્ત માહિતી મુજબ નાયબ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવતા ડો.જગદિશભાઇ વિરજીભાઇ વસાવા પોતાના પરીવાર સાથે દેવમોગરા ખાતે દર્શન કરવા ગયા હતા જેઓ બીજા દિવસે સવારે ઘરે આવતા તેમના કવાટર્સનું તાળું તોડી તસ્કરો સોનાની લગડી એક-એક ગ્રામની કુલ નંગ-૩ કિ.રૂ.૭૫૦૦ ત્રણ સોનાની ચેન ૦૪ ગ્રામ જેની કિંમત આશરે ૩૦,૦૦૦ સોનાની ૦૪ વીંટીઓ ૧૬ ગ્રામ આશરે કિંમત ૪૦,૦૦૦ સોનાની બુટી ૦૬ ગ્રામ કિંમત રૂપિયા ૧૫,૦૦૦ સોનાની કાન ની શેર ૦૨ નંગ કિંમત આશરે ૧૨,૫૦૦ સોનાની બુટી ૦૪ નંગ ૦૮ ગ્રામ આશરે કિંમત ૨૦,૦૦૦ રૂ.,ચાંદીની લગડી ૪૦૦ ગ્રામ આશરે કિંમત ૧૫,૦૦૦ ઝાંઝર બે નંગ આશરે ૩૦૦૦ ઉપરાંત રોકડ રૂપિયા ૪૫,૦૦૦ મળી કુલ રૂ.૧.૯૧ લાખ ની મત્તાના ઘરેણાં રોકડ ચોરી ગયા હતા આબબતે રાજપીપળા પોલીસે ફરિયાદ દાખલ કરી અજાણ્યા ચોરો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:51 pm IST)