Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નજીવી બાબતે થયેલ મારામારીમાં જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નજીવી બાબતે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકીના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધોળકા તાલુકાના લીલજપુર ગામે ધાર્મિક શ્રધ્ધાંજલી કાર્યક્રમ કરવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંન્ને પક્ષો દ્વારા સામસામે ૧૫ વ્યક્તિઓ સામે ધોળકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.

અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી નીસારઅલી ગુલામઅબ્બાસ બાટલીવાલા રહે.લીલજપુરવાળા દરગાહમાં ધાર્મિક શ્રધ્ધાંજલી પ્રોગ્રામનું આયોજન કરતાં હોય તે નહિં કરવા બાબતનું મનદુઃખ રાખી અંદાજે શખ્સોએ ઝઘડો કરી ફરિયાદીને ગાળો આપી એક સંપ થઈ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે શખ્સો મહંમદઅલી મુસ્તાકઅલી મોમીનસાબીરહુશેન મહંમદઅલી મોમીન, મહંમદઈરફાન જાબીરહુશેન મોમીન, અબ્દુલરહીમ હશનઅલી, યુનુસઅલી હશનઅલી, યુસુફઅલી અયુબઅલી, મહંમદઅલી અબ્દુલરહીમ દુધવાલા, ગુલામઅકબર મહંમદઅલી મુંજાવર તમામ રહે.લીલજપુર તા.ધોળકાવાળા સામે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે સામાપક્ષે સાબીરહુશેન મહંમદઅલી મોમીને પણ સાત શખ્સો નીસારઅલી અબ્બાસઅલી બાટલીવાલા, મહંમદસાદીક નીસારઅલી બાટલીવાલા, સાબીરહુશેન ગુલામઅબ્બાસ મામુ, નઈમહુશેન ગુલામઅકબર મામુ, ગુલામઅજગર નુરમહંમદ પ્લમ્બર, ગુલામઅજગર ગુલામહુશેન મુંજાવર, અલમાસ ફાતીમાબાનુ ગુલામઅકબર મામુ તમામ રહે.લીલજપુર ધોળકવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

 

(4:02 pm IST)