Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા ઈસમોને ઝડપી પોલીસે જેલ હવાલે કર્યા

ગાંધીનગર: જિલ્લામાં આમતો શ્રાવણ મહિના દરમ્યાન જુગારની પ્રવૃતિ ખુબજ વધતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં જુગાર પુરબહારમાં રમાતો હોવાની ફરીયાદોના પગલે પોલીસે ખાસ ઝુંબેશ ઉપાડી છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ઉવારસદ-પુન્દ્રાસણ રોડ ઉપર જોગણી માતાજીના મંદિર પાસે શનાજી લક્ષ્મણજી ઠાકોરના ઘરની પાછળ ખુલ્લા ખેતરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહયા છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડીને અહીં જુગાર રમતાં મંગાભાઈ મણીભાઈ કોંડળ રહે.મહેન્દ્રમીલની ચાલીચંપકના છાપરામેટ્રોગેટની સામે કલોલજશવંતભાઈ ચતુરભાઈ પરમાર રહે. ગણપતિના મંદિર સામે મહેન્દ્રમીલની ચાલી કલોલબચુભાઈ ગાભાભાઈ સોમાભાઈ રાવળ રહે. મોટી ભાગોળ પનારાનો રાવળ વાસઉવારસદ અને મહેન્દ્રભાઈ શવજીભાઈ મોહનભાઈ પરમાર રહે. શિવાલય ટેવા મકાન નં.૧૩ રેલવે પૂર્વ કલોલને ઝડપી પાડયા હતા. જયારે પોલીસને જોઈને બે જુગારીઓ રાજુજી ગાભાજી ઠાકોર રહે.કલોલ અને મનુજી જવાનજી ઠાકોર રહે.પુન્દ્રાસણ ભાગી જવામાં સફળ રહયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ૨૧૨૧૦ રૃપિયાની રોકડ કબ્જે કરવામાં આવી હતી. પોલીસે તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને ભાગી ગયેલા બે જુગારીઓની ધરપકડ માટે દોડધામ શરૃ કરી હતી.

(4:00 pm IST)