Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

મહેસાણાથી પાલનપુર હાઇવે નજીક વિદેશી દારૂનો મસમોટો જથ્થો ભરેલ ટ્રક પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

મહેસાણા: શહેરથી પાલનપુર હાઇવે ઉપર આવેલા ભાન્ડુ ગામ નજીકથી વિદેશી દારૃનો મોટો જથ્થો ભરેલી ટ્રક સાથે રાજસ્થાનનો એક શખસ ઝડપાઈ ગયો હતો. એસઓજીએ કુલ રૃ.૨૭.૩૫ લાખનો મુદ્દામાલનો કબજો મેળવી ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

થર્ટી ફસ્ટની ઉજવણી કરવા દારૃની હેરાફેરી વધવાની શક્યતા વચ્ચે આ પ્રવૃતિ અટકાવવા મહેસાણા પોલીસે ઝુબેશ હાથ ધરી હતી. તે સંદર્ભે મહેસાણા એસઓજીને મળેલી બાતમી આધારે પીઆઇ ડી.ડી.સોઢા સહિતના સ્ટાફે અમદાવાદ-પાલનપુર હાઇવે પર આવેલ ભાન્ડુ ગામ નજીકની ધરતી સતીમાતા હોટલ પાસે ર્વાચ ગોઠવી હતી. તે વખતે ઊંઝા તરફથી શંકાસ્પદ હાલતમાં એક આઇશર ટ્રક આવતા પોલીસે તેને થોભાવી તપાસ કરતાં અંદરથી જુદાજુદા બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૃની ૭૩૮૦ બોટલો મળી આવી હતી. જેથી ટ્રકચાલક સુખલાલ કમલાશંકર ડાંગી રહે.મહારાજકી ખેડી, ઉદપુરનાઓની પોલીસે અટકાયત કરીને પુછપરછ કરતાં તેણે આ ટ્રક રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી બે વ્યક્તિઓએ ભરૃચ ખાતે આવેલ આરામ હોટલ સુધી પહોંચાડવા આપી હતી. તેવું જણાવ્યું હતું આ ટ્રકમાં લગાડવામાં આવેલ જીપીએસ સીસ્ટમ પણ મળી હતી. જેથી પોલીસે રૃ.૨૨.૩૫ લાખના દારૃ, ટ્રક, રોકડ અને મોબાઇલ સહિત રૃ.૨૭.૩૫ લાખની મત્તા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(3:59 pm IST)