Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

પ્રાંતિજ તાલુકાના કરોલ ગામમાં ખેડૂતને શેરબજારમાં નાણાં રોકવાની લાલચ આપી 79 હજારની ઠગાઈ આચરતા ગુનો દાખલ

પ્રાંતિજ:તાલુકાના કરોલ ગામના ખેડૂત પર દસેક માસ અગાઉ ઇન્દોરની કોઇ કંપનીમાંથી મહિલાએ ફોન કરી શેર માર્કેટમાં નાણાં રોકવાના બહાને વિશ્વાસ કેળવી અલગ અલગ બેંક ખાતામાં ખેડૂત પાસે રૂ..૭૯,પ૦૦ ભરાવી વિશ્વાસઘાત સાથે છેતરપિંડી કરતા છેતરાયેલા ખેડૂતને અંતે પોલીસ શરણું લેવાની ફરજ પડી છે. ખેડૂતે ગુરૂવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર એક મહિલા સહિત ત્રણ વ્યકિતઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાંતિજ તાલુકાના કરોલ ગામના ખેડૂત શૈલેષકુમાર પ્રહલાદસિંહ મકવાણા પ્રાંતિજની સાબરકાંઠા બેંકમાં બચત ખાતુ ધરાવે છે. દસેક માસ અગાઉ ખેડૂતના મોબાઇલ પર સ્તુતિ શર્મા નામની લેડીઝનો ફોન આવ્યો હતો. જેમાં તેણે તમો શેર માર્કેટમાં રસ ધરાવો છો તેમ કહી તમને ડબલ ગણો નફો મળશે અને તમો અમારી કંપની લીયો ટ્રેડર્સ એન્ડ રીચર્સ પ્રાઇવેટ લીમીટેડ ઇન્દોર (મધ્યપ્રદેશ) સાથે જોડાઇ કામ કરશો તો અમો તમને સારી રીતે ગાઇડ કરીશું તેમ કહી વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્યારબાદ સ્તુતિ શર્માએ અભિષેક અને આદિત્ય કોઠારીના મોબાઇલ આપીને શેર માર્કેટમાં ખાતુ ખોલાવવા તેમજ નુકસાન જાય તે માટે ગાઇડ કરવા તેઓની સાથે વાત કરવા ખેડૂતને જણાવ્યુ હતું.

(3:58 pm IST)