Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કોવીડ મેડીકલ કલેઇમમાં રાજય સરકારના કર્મચારીઓને ભારોભાર અન્યાયઃ સરકાર સંવેદનશીલતા દાખવશે?

સરકારે પ્રાઇવેટ હોસ્પીટલોને કોવીડ પેસન્ટ પાસેથી ૮૪૦૦થી ર૧પ૦૦ રૂ. વસુલવા આદેશ કર્યો છે. જયારે સરકારી કર્મચારીઓને મેડીકલ કલેઇમ એક દિ'ના ૧૮૦૦ થી પ૦૦૦ રૂ. મળવાપાત્રનો પરિપત્ર જારી કર્યો છેઃ બેધારી નીતિ સામે કર્મચારીઓમાં ભારે આક્રોશ : કોવીડના પેસન્ટનો દવાનો ખર્ચ જ ૭૦ ની ૯૦ હજાર રૂ. થાય છે પણ સરકારી કર્મચારીઓને મેડીકલ કલેઇમમાં રૂમ અને વેન્ટીલેટર ખર્ચનો ચાર્જ ચુકવવા પરિપત્રમાં હુકમ કર્યો છેઃ દવા-ઇન્જેકશનના ખર્ચનો ઉલ્લેખ જ નથી ! સરકાર જુના પરિપત્રમાં સુધારો કરે તેવી માંગણી

રાજકોટ તા. ૧ : ભારત સહિત વિશ્વમાં હાહાકાર મચાવનાર મહામારી કોરોનાએ સેંકડો લોકોના જીવ લીધા છે. અને સંેકડો લોકોને ઝપટમાં લીધા છે.

ગુજરાત સરકારે કોરાના મહામારીને નાથવા અસરકાર પગલા લીધા છે. પણ કોરોના મહાભારીનો ભોગ બનનાર સરકારી કર્મચારીઓ કે તેના પરિવારોને મળવાપાત્ર મેડીકલ કલેઇમમાં કોવીડના સારવારની ખર્ચ સામે મામુલી રકમ જ આપવાના પરિપત્રની સરકારી કર્મચારીઓને ભારોભાર અન્યાય થઇ રહ્યો હોય ત્યારે રોષ પ્રવર્તી રહ્યો છે.

રાજય સરકારે પ્રાઇવેટ કોવીડ હોસ્પીટલોને કોવીડના ેશન્સ પાસેથી દૈનિક ૮૪૦૦ થી ર૧પ૦૦ રૂા વસુલવા ગાઇડલાઇન (આદેશ) જારી કર્યો છે. જયારે રાજય સરકારના કર્મચારીઓને કોવીડની સારવારમાં ૧૮૦૦ થી પ૦૦૦ રૂ. મળવા પાત્ર હોવાનો પરિપત્ર જારી કરતા સરકારની આ બેધારી નીતી સામે સરકારે કર્મચારીઓમાં ભારે ઉકળાટ પ્રવર્તી રહ્યો છે.

મહામારી કોરોના અનુસંધાને રાજય સરકારના આરોગ્ય વિભાગના કમિશ્નર દ્વારા તા.૩/૪/ર૦ર૦ ના રોજ રાજયના તમામ કલેકટરશ્રી તથા મ્યુનિસિપલ કમિશ્નર જોગ પરિપત્ર જાહેર કરાયો છે આ પરિપત્રમાં જણાવ્યા મુજબ કોવીડ-૧૯ ની સ્થિતિને ધ્યાનમાં રાખી સરકારી કર્મચારીઓ માટે રૂ. ર૭૦૦ પ્રતિદિનને આઇસોલેશન વોર્ડ તરીકે ગણાવાનું રહેશે તેમજ જો લાભાર્થીની સારવાર આઇસીયુમાં વેન્ટીલેટર સિવાય કરવામાંં આવે તો પ્રતિદિન રૂ. ૩૬૦૦ અને જો લાભાર્થીઓને સારવાર  માટે આઇસીયુમાં વેન્ટીલેટરનો ઉપયોગ કરવામાં આવે તો પ્રતિદિન રૂ.૪પ૦૦ ગણવાના રહેશે તેમજ રૂમ ચાર્જીસ રૂ.૧૮૦૦ ગણવાના રહેશે તથા દવા સાથે કલીનીકલ ખર્ચ પ૦૦૦ રૂ. ગણવાના રહેશે આ પરિપત્ર મુજબ કોરોનોના ભોગ બનનાર સરકારી કર્મચારીઓ કે તેના પરિવારજનોને કોવીડના મેડીકલ કલેઇમમાં દૈનિક ખર્ચ ૧૮૦૦ થી પ૦૦૦ રૂ. મળવા પાત્ર થાય છે.

રાજય સરકારના આ પરિપત્રમાં કોરોનાનો ભોગ બનનાર સરકારી કર્મી કે તેના પરિવારજનો  રૂમ ચાર્જીસ આઇસીયુ વેન્ટીલેર વગર તથા આઇસીયુ વેન્ટીલેટર સામેના ચાર્જીસનો ઉલ્લેખ છે પરંતુ કોવીડના દર્દીઓનો દવાઓ કે ઇન્જેકશનના ખર્ચનો ઉલ્લેખ જ નથી. કોવીડના પેશન્ટને અપાતા રેમ્ડેસીવીરનુ એક ઇન્જેકશનના પ હજાર રૂ. થાય છે. તથા અન્ય એક જરૂરી  ટેબલેટના ભાવ ૩૦૦૦ રૂા છે. કોવીડના પેશન્ટને રેમ્ડેસીવરના પાંચ ઇન્જેકશનો ફરજીયાત આપવાના રહે છે. આ રીતે કોવીડના પેશન્ટનો દવા અને ઇન્જેકશનનો ખર્ચ જ ૭૦ થી ૯૦ હજાર રૂ. થાય છે. પરંતુ આ દવા કે ઇન્જેકશનનો ખર્ચ ચુકવવાનો પરિપત્રમાં ઉલ્લેખ જ નથી.

બીજીબાજુ રાજય સરકારે અન્ય એક પરિપત્ર દ્વારા કોવીડની પ્રાઇવેટ હોસ્પીટલોને કોવીડના પેશન્ટ પાસેથી જનરલ બોર્ડના ૮૪૦૦ રૂ. (બેઝીક રીપોર્ટ, મેડીશી, ડોકટર ચાર્જ સહિત), સ્પે. રૂમના ૧૧૦૦૦ રૂ. આઇસીયુ વેન્ટીલેટર વગર ૧૭પ૦૦ રૂ. તથા આઇસીયુ વેન્ટીલેટર સાથે ર૧,પ૦૦ રૂ. વસુલવા હુકમ કર્યો છે. કોરોનાના ભોગ બનનાર સરકારી કર્મચારીઓ કે તેના પરિવારજનો પ્રાઇવેટ હોસ્પીટલમાં સારવાર લ્યે તો દૈનિક ૮૦૦૦ થી ર૧,પ૦૦ રૂ. ચુકવવા પડે છે. અને મેડીકલ કલેઇમમાં આ જ સરકારી કર્મચારીઓને રૂ.૧૮૦૦ થી પ૦૦૦ રૂ. જ મળવાપાત્ર હોય રાજય સરકારની આ બેધારી નીતી સામે સરકારી કર્મચારીઓએ ઉગ્ર આક્રોશ થયેલ છે.

સરકારી કર્મચારીઓને કોઇ પ્રાઇવેટ પોલીસી ન હોય તો સરકારના પરિપત્ર મુજબ કોરોનાનો ભોગ બનાર સરકારી  કર્મચારી કે તેના પરિવારજનોને દૈનિક ખર્ચ રૂ.૧૮૦૦ થી પ૦૦૦ જ મળવાપાત્ર છે. જયારે પ્રાઇવેટ હોસ્પીટલનો ખર્ચ દૈનિક ૮૪૦૦ થી ર૧પ૦૦ રૂ. છે. સરકારી કર્મચારીઓ કે તેના પરિવારજનોની પ્રાઇવેટ વિજય પોલીસી ન હોય તો પ્રાઇવેટ હોસ્પીટલોમાં લીધેલ સારવારના ખર્ચની રકમ માટે રાજયસરકાર સમક્ષ કલેઇમ કરે છે. જે તે સરકારી કર્મચારી તેની ઓફીસ દ્વારા કલેઇમ દરખાસ્ત કરે છે.અને આ દરખાસ્ત જે-તે સીવીલ સુપ્રી.કચેરીએ જાય છે. અને ત્યાં રાજય સરકારના પરિપત્ર મુજબ જે તે સારવારના ખર્ચનું વેરીફિકેશન થયા બાદ દરખાસ્ત રાજયના આરોગ્ય વિભાગમાં જાય છે ત્યાં જે -તે  સારવાર ખર્ચ મંજુર થયા બાદ જે તે સરકારી કર્મચારીઓ તેના ખાતા મારફત ચુકવણું થાય છે.

કોરોનાના સારવાર ખર્ચના રાજય સરકારના પરિપત્ર અને પ્રાઇવેટ હોસ્પીટલો દ્વારા વસુલાત ખર્ચમાં મોટી વિસંગતતા હોય સરકારે કર્મચારીઓને ભારોભાર અન્યાય થતા ભારે રોષ પ્રર્વતી રહ્યો છે. કોવીડની સારવારમાં સરકારી કર્મચારીઓને પ્રાઇવેટ હોસ્પીટલમાં વસુલાતા ખર્ચ મુજબ રકમ ફાળવવા રાજય સરકાર દ્વારા નવો પરિપત્ર અથવા પરિપત્રમાં નવો સુધારો જાહેર કરાઇ તેવી સરકારી કર્મચારીઓમાં લાગણી પ્રવર્તે છે.

(3:22 pm IST)