Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ત્રીપાખીયો જંગઃ ભાજપનું માઈક્રોલેવલનું પ્લાનિંગ તો કોંગ્રેસમાં બેઠકોનો દોરઃ આપ નેતાઓ કાર્યકરોને મળશે

અમદાવાદ, તા.૧: ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ શકે છે. કોંગ્રેસ આ વખતે પણ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને હરાવી બહુમતી મેળવવા ઉત્સુક છે અને એ માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે ભાજપે તો પેજ પ્રમુખ જેવું માઈક્રો પ્લાનીંગ પણ પુરુ કરી દીધુ છે. એવામાં આપ પણ નાની મોટી ઉમેદવારી નોંધાવી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રેકિટસ કરી લેવાના મૂડમાં છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ કોંગ્રેસમાં યુદ્ઘના ધોરણે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પણ શરૂ કરી દીધી છે. અને પ્રદેશ અને જિલ્લા નિરિક્ષકો ઉમેદવારોને સાંભળશે. ૨ જાન્યુઆરીથી ૫ જાન્યુઆરી સુધી પ્રક્રિયા ચાલશે.

કયાં કયાં થશે બેઠકો

૨ જાન્યુઆરીએ દેત્રોજ,માંડલ અને વિરમગામમાં બેઠક

૩ જાન્યુઆરીએ ધંધુકા અને ધોલેરામાં બેઠક

૪ જાન્યુઆરીએ ધોળકા અને દસક્રોઇમાં થશે બેઠક

૫ જાન્યુઆરીએ સાણંદ અને બાવળાના કાર્યકરોને સાંભળશે નેતાઓ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી છે. દિલ્હીથી એક પછી એક નેતા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇ AAP રણનીતિ તૈયાર કરી રહ્યુ છે ત્યારે આવતીકાલે દિલ્લીથી આપ નેતા આતિશી ગુજરાત આવશે. જેમાં કાલે રાજકોટ અને ૩ ડિસેમ્બરના અમદાવાદમાં હાજર રહેશે . ગુજરાતના આપના કાર્યકર્તા અને નેતાઓ સાથે બેઠકો કરશે.

રાજયમાં આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચે તૈયારી આરંભી દીધી છે. રાજયની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત તથા ૬ મહાનગર પાલીકા અને ૫૧ નગરપાલિકાની આવનારા સમયમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે ૫જ્રાક જાન્યુઆરીએ મતદાર યાદીની પ્રાથમિક યાદી પ્રસિદ્ઘ કરાશે. અને આખરી મતદાર યાદી જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પ્રસિદ્ઘ કરવામાં આવશે. અમદાવાદ મનપામાં ૧૭૫ બેઠકો જીતવાનો ભાજપનો લક્ષ્યાંક છે. શહેર ભાજપના હોદ્દેદારોની ૧૭૫ બેઠકો જીતવા યોજના દ્યડવામાં આવી રહી છે અને એમાંય દરિયાપુર, શાહપુર, બાપુનગર, સરસપુર, રખિયાલ બેઠકો પર ભાજપ દ્વારા વિશેષ ધ્યાન અપાશે. ૨૦૧૫માં મનપા ચૂંટણીમાં ભાજપને ૧૪૨ બેઠકો મળી હતી. ૨૦૧૦માં અમદાવાદ મનપામાં ભાજપને ૧૫૧ બેઠકો મળી હતી. સી.આર.પાટીલે સંગઠનના હોદ્દેદારોને પણ આશ્વાસન આપ્યું છે. સંગઠનના લોકો પણ ચૂંટણી લડી શકે છે.

(2:53 pm IST)