Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

આણંદના બોરસદમાં એક જ કોમનાં બે જુથો વચ્ચે માથાકુટ બાદ ભારે પથ્થરમારો: તંગદિલી

અગાઉના ઝઘડાની રીસ રાખીને એક યુવકને માર મારતા મામલો બિચક્યો : બોરસદ ટાઉન પોલીસ, રૂરલ પોલીસ અને ભાદરણ પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો

આણંદના બોરસદમાં એક જ કોમનાં બે જુથો વચ્ચે માથાકુટ થતા પથ્થરમારો થયો હતો. રાજા મહોલ્લા અને મલેકવાડ નજીક બે ટોળા વચ્ચે કોઇ મુદ્દો વણસી જતા સામસામે પથ્થરમારો ચાલુ કરાયો હતો. બંન્ને જુથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. એક મહિના અગાઉ થયેલા ઝગડાની રીસ રાખીને એક યુવકને માર મારવામાં આવ્યા બાદ મામલો બિચક્યો હતો. બંન્ને જુથો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો ચાલુ થઇ ગયો હતો.

 ઘટના અંગે માહિતી મળતાની સાથે જ બોરસદ ટાઉન પોલીસ, રૂરલ પોલીસ અને ભાદરણ પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે પેટ્રોલિંગ કરીને ટોળાને વિખેર્યા હતા. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે.

(12:35 am IST)