Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ઓફલાઇન પરીક્ષા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે GTUને નોટિસ પાઠવી: ખુલાસો માંગ્યો

વધુ સુનાવણી 6 જાન્યુઆરી 2021ના રોજ હાથ ધરવામાં આવશે.

અમદાવાદ : કોરોના મહામારીને લીધે વિધાર્થીઓના વિરોધ વચ્ચે GTU દ્વારા ઓફલાઇન એક્ઝામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે GTUને (ગુજરાત ટેક્નિકલ યુનિવર્સીટી) નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 6 જાન્યુઆરી 2021ના રોજ હાથ ધરવામાં આવશે.

 ગુજરાત હાઈકોર્ટમાં એન્જીયરિંગના 14 વિધાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે, વિધાર્થીઓને ઓનલાઈન એકઝામનો વિકલ્પ આપવામાં આવે. આ વિધાર્થીઓની પરીક્ષાની તારીખ હાલ જાહેર કરાઈ ન હોવાથી ઓનલાઈન પરીક્ષાના વિકલ્પ માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

GTUમાં ઘણા વિધાર્થીઓ ગુજરાત બહારથી ભણવા આવે છે અને જો ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે તો તેમને ગુજરાત આવું પડશે. ગુજરાત યુનિવર્સીટી જો વિધાર્થીઓને ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપતી હોય તો GTU તેના વિધાર્થીઓને કેમ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા માંગતી નથી.

 વિધાર્થીઓએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે GTUને લગતી કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. GTUની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે તબકકવાર રીતે પરીક્ષામાં કુલ 3 લાખથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપી શકે છે. GTU 1લી જાન્યુઆરી 2020થી ત્રણ તબક્કામાં ઓફલાઇન પરીક્ષા યોજવાનો નિણર્ય કર્યો છે

1 લી જાન્યુઆરીથી એમબીએ,એમસીએ,એમઈ-એમફાર્મ,બી.ફાર્મ સહિતના ૧૩ કોર્સની સેમે.૩ અન ૫ની પરીક્ષાઓ લેવાનાર છે. બીજા તબક્કાની પરીક્ષા 15મી જાન્યુઆરી તથા ત્રીજી પરીક્ષા 25મી જાન્યુઆરીથી યોજાશે.

(8:48 pm IST)