Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

મહારાષ્ટ્ર સારંગખેડા ખાતે યોજાયેલ ચેતક ફેસ્ટીવલ અશ્વ શોમાં SGVP ગુરુકુલનો મારવાડી ઘોડો દ્વિતીય વિજેતા ૫૧ હજારનું રોકડ ઇનામ

સારંગખેડા : તા. ૧ મહારાષ્ટ્રના સારંગખેડા ખાતે તા.૨૯ ડીસેમ્બર ૨૦૧૮ નારોજ ચેતક અશ્વ શો ફેસ્ટીવલ યોજાયો હતો. જેમાં પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને તામીલનાડું વગેરેેના ૩૫૦  ઘોડાઓએ ભાગ લીધેલ.

   જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીનો મારવાડી ઘોડો (ઉંમર ૩૨ માસ--two teeth catt) દ્વિતીય નંબરે આવતા રુપિયા ૫૧,૦૦૦/- અેકાવન હજારનું રોકડ ઇનામ મેળવે છે. હોર્સ રાઇડર તરીકે સુખદેવભાઇ સાધુએ સેવા બજાવેલ.

મારવાડી ઘોડાની ઉંચાઇ ૬૨ ઇંચ છે. જેની કિંમત ૧૨ લાખ હોય છે. તેની વિશિષ્ટતા છે કે તે સંપૂર્ણ નુકરો (સફેદ) છે. જે કોઇ ભાગ્યેજ ઘોડાઓમાં જોવા મળે છે.

   મારવાડી અશ્વો સમજુ પ્રાણી હોય છે. પ્રેમથી તેને સાચવવામાં આવે તો તે અત્યંત વિશ્વાસુ બની જાય છે. તે પોતાના માલિકને ક્યારેય દગો દેતા નથી. એસજીવીપી ગુરુકુલમાં ૧૬ જેટલા અશ્વો છે. નાના નાના વિદ્યાર્થીઓ પણ પ્રેમ અને વહાલથી નિર્ભયપણે અશ્વારોહણ (હોર્સ રાઇડીંગ) કરે છે.

(2:01 pm IST)