Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ઉમરેઠના વોરવાડમાં ધમધમતા જુગારધામ પર પોલીસે છાપો મારી 9 નબીરાઓને 21 હજારની મતા સાથે દબોચ્યા

ઉમરેઠ:પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે પીપળીયા ભાગોળ ખાતે આવેલા વોરવાડમાં છાપો મારીને ૯ નબીરાઓને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને ૨૧૯૭૦ની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


મળતી વિગતો અનુસાર ગઈકાલે ઉમરેઠ પોલીસને હકિકત મળી હતી કે, પીપળીયા ભાગોળ, દરજીવાડાના નાકે આવેલા વોરવાડમાં કેટલાક શખ્સો એકત્ર થઈને સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં સીકંદર ઉર્ફે કેરી નુરમહંમદભાઈ વોરા, તાહીલ મહંમદભાઈ મલેક, અસલમ યુસુફભાઈ મલેક, નીતીનભાઈ ગોવિંદભાઈ પટેલ, ઈરફાનભાઈ ગનીભાઈ વોરા, જીગ્નેશભાઈ પરસોત્તમભાઈ પટેલ, ઈમ્તીયાઝભાઈ કરીમભાઈ વોરા, સાજીદભાઈ અબ્દુલભાઈ વોરા તથા આરીફભાઈ નજીરભાઈ વોરા ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી રોકડા ૨૨૦૦ તથા અંગજડતીમાંથી ૧૯૭૭૦ મળીને કુલ ૨૧૯૭૦ની રોકડ રકમ મળી આવતાં પોલીસે જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(4:17 pm IST)