Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ઈસુના વધામણા નવી ઉંમગ... નવી આશા...અને નવા અરમાન લઈ આવ્યુ નવુ વર્ષ

ભૂલ જાઓ બીતે હુયે કલ કો, દીલ મે બસાલો આને વાલે કલ કો, મુસ્કુરાઓ ચાહે જો ભી હો પલ, ખુશીયા લે કર આયેગા આને વાલા કલ... : ગ્રેગ્રોરીયન વર્ષ કરતા ઈસવીસન તરીકે વધુ પ્રસીધ્ધ કેલેન્ડરનો રસપ્રદ ઈતિહાસ

(જીતેન્દ્ર રૂપારેલીયા) : ઈ.સ.૨૦૧૭નુ વર્ષ પૂર્ણ થયેલ છે, ત્યારે નવા વર્ષ ૨૦૧૮ને આવકારવા ચોમરે અનેરો ઉત્સાહ જણાય રહયો છે...ઠેર ઠેર જાણે સંભળાય છે કે ગુડબાય ૨૦૧૭... વેલકમ ૨૦૧૮...

જાણે હમણા જ આપણે વેલકમ ૨૦૧૭ કર્યુ હતુ... જદત જોતા માતો સમય સરકતો ગયો... ઘડિયાળનો કાંટો ફરતો ગયો... કેલેન્ડરના પાનાઓ બદલાતા ગયા...અને હવે વેલકમ ૨૦૧૮ કહેવાનો સમય આવી ગયો.

ખાટા-મીઠા સંભારણા સાથે વર્ષ કયા પત્યુ એની ખબર જ નાપડી... હર્ષ અને ઉલ્લાસ સાથે સંઘર્ષ પણ આવ્યો, ખુશીની સાથે ગમ સાથે પણ થઈ મુલાકાત, સુખના સથવારે સથવારે દુઃખે કરેલુ ડોકીયુ પણ જોયુ...

આમ તો હિંદુ ધર્મ અનુસાર કારતકસુદ એકમ એટલે કે દિવાળી પછીથી નવા વર્ષનો પ્રારંભ ગણાય...મુસ્લીમ ધર્મ અનુસાર મોહરમ માસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે... પરંતુ દુનિયાના અનેક દેશોમા અલગ અલગ કેલેન્ડરો અમલમા હોય છે કહેવાય છે દુનિયાનુ સૌથી જુનુ કેલેન્ડર ભારતીય અદિતી કેલેન્ડર છે.

ઈ.સ.પૂર્વે ૮૪મા ગ્રીસમા રોમન કેલેન્ડર  અમલમાં આવ્યું અને તે આશરે ૨૦૦વર્ષ સુધી કોઈપણ જાતના સુધારા વગર ચાલ્યુ, પાછળ જતા ગ્રેગ્રોરીના રાજકારભારમા જુલીયીન કેલેન્ડરમાં સુધારો આવ્યો અને સમ્રાટ ગ્રેગોરીના નામ પરથી આ કેલેન્ડર ગ્રેગ્રોરીયન કેલેન્ડર કહેવાયું.

આમ તો જાન્યુઆરીની પહેલી તારીખથી શરૂ થતુ ગ્રેગ્રીયન વર્ષ તરીકે ઉજવાય છે જો કે તે ઈ.સ.તરીકે વધુ પ્રસીધ્ધ છે, ઈસુના જન્મ સાથે  સંકળાયેલા આ વર્ષે અગાઉ ધાર્મિક અને સાંસ્કૃતિક દિવસોની ઉજવણી માટે જ ઉપયોગી હતું

 પરંતુ ૧૫૮૨ના વર્ષમા ખિસ્ત્રી ધર્મના વૈશ્વીક વડા ધર્મગુરૂ નામદાર પોપ સાહેબે તેને કોર્પોરેટર કોન્ટ્રાક્ષ, આંતરરાષ્ટ્રીય નવા વર્ષ તરીકે માન્ય અને ખ્યાત નામ બન્યુ.

 વિશ્વના મોટા ભાગના દેશો ૧ લી જાન્યુઆરી ને નવા વર્ષ તરીકે મનાવે છે.  જો કે કેટલાક ધાર્મીકો અને સામાજીક કેલેન્ડરો એ તેની અસ્મીતા જાળવી રાખી છે, જેમ કે અફઘાનીસ્તાન અને ઇરાક મા ચાલતા પર્શીયન કેલેન્ડર મુજબ જે દિવસ અને રાત નો સમય સરખો આવે તેવા સમયના અરસામા એટલે કે માર્ચ મહિનાની તારીખ ૨૦-૨૧ ના નવુ વર્ષ મનાવે છે.

 ઇસ્લામી એટેલે કે હીજરી કેલેન્ડર અનુસાર ગ્રેગરી કેલેન્ડર વર્ષ દરમ્યાન અમુક  સમયે નવુ વર્ષ ઉજવાય છે. કારણ કે હીજરી કેલેન્ડર ચંદ્ર ગતી આધારીત છે, બારેમાસ હોય છે અને દરેક માસમા ૨૮-૨૯ દિવસો હોય છે અને ચંદ્ર દર્શન આધારે નવું વર્ષ ઉજવાય છે જે વંસત રૂતુ દરમ્યાન આવે છે.

 ચીની નવું વર્ષ જાન્યુઆરી અથવા ફેબુઆરી માસમા આવતુ હોય છે, આ કેલેન્ડર પણ ચંદ્ર આધારીત કેલેન્ડર છે, આકાશમાં ચંદ્રની સ્થિતિના આધારે નવા વર્ષનો દિવસ નક્કી થાય છે, એક કેલેન્ડરમા પણ વર્ષ ના બાર માસ  હોય છે, આ ઉપરાંત હિન્દુ કેલેન્ડર પણ ચંદ્ર આધારીત હોય છે જેમા વર્ષમા બાર માસ હોય છે , તો કયારે તેર માસ પણ હોય છે.

આમ િ વશ્વના અનેક દેશોમાં વિવિધ સંપ્રદાયો અનુસાર અલગ અલગ કેલેન્ડર મુજબ નવું વર્ષ નકકી કરાયુ  છે...

કેલેન્ડર કોઇપણ હોય... પરંતુ એક વાત નિશ્ચિત છે કે નુતન વર્ષનો દિન એ આનંદ અને ઉલ્લાસ નો  હોય છે , આમ તો નવા વર્ષનો દિવસ એ સંકલ્પનો દિવસ પણ કહેવાય છે.

 નવા વર્ષના દિવસથી મોટા ભાગના લોકો કાંઇક ને કાંઇક સંકલ્પ  કરતા હોય છે, આ સંકલ્પ કોઇ નવી સિધ્ધી પ્રાપ્ત કરવાનો હોઇ શકે... કોઇ નૈતિક કે આધ્યાત્મીક સુધારણા માટેનો હોઇ શકે... કોઇ જન કલ્યાણના કામનો હોઇ શકે... આવા સંકલ્પને પુર્પ કરવા દ્રઢ ઇચ્છા શકિત  અતિ આવશ્યક છે.

આજ થી શરૂ થતા ઇસુના આ નવા વર્ષના પ્રારંભ વેળાએ  તેમણે આપેલા એક મહત્વના ઉદેશને જોઇએ તો... ઇસુ એ તેમના જીવન કાળ દરમ્યાન ભાર પૂર્વક કહયું હતુ કે ઇશ્વર ને પ્રેમ કરો... તમારી જાત ને પ્રેમ કરો... અને એટલો જ પ્રેમ સમગ્ર માનવ જાત ને કરો...

 નુતન વર્ષ સોૈને સુખ, સમુધ્ધી અને શાંતિ મળે  તેમજ સોૈનુ સારુ સ્વાસ્થય બની રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ... હેપી ન્યુ યર

(4:04 pm IST)