Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વીતેલા સપ્તાહમાં ચાંદીમાં ૮૦૦ તૂટ્યાઃ સોનામાં ૬૦૦નો ઘટાડોઃરૂપિયો તૂટશે

વિદેશી રોકાણ અને નિકાસ ઘટતા રૂપિયો વધુ ઘટશે

રાજકોટ તૉં૨૩ વીતેલા સપ્તાહમાં સોના ચાંદી અને રૂપિયામાં દ્યટાડો જોવાયો હતો વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં સપ્તાહ દરમિયાન ચાંદીમાં પ્રતિકિલોએ ૮૦૦નો દ્યટાડો થયો હતો સપ્તાહના અંતે ચાંદીનો ભાવ ૪૦,૪૦૦ની સપાટીએ ખૂલ્યા હતા

 ગત સપ્તાહમાં સોનામાં ૬૦૦નો દ્યટાડો નોંધાઇ સપ્તાહના અંતે ૩૧,૫૫૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જયારે ડોલર સામે રૂપિયો સપ્તાહ દરમિયાન મજબૂત ખૂલ્યો હતો. સપ્તાહમાં રૂપિયો ૧૮ પૈસા મજબૂત થઈ ગઇ કાલે છેલ્લે ૬૭.૮૩ની સપાટીએ ગઇ કાલે બંધ જોવા મળ્યો હતો.

  જોકે ફોરેકસ બજારના જાણકારોના માનવા મુજબ વિદેશી રોકાણ જે રીતે દ્યટી રહ્યું છે તથા આયાત સામે નિકાસમાં પણ દ્યટાડો નોંધાયો છે. આવા સંજોગોમાં રૂપિયો વધુ તૂટે તેવી શકયતા છે. ચાલુ વર્ષના અંત સુધીમાં રૂપિયો ૭૦ની સપાટીએ જોવાય તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યકત કરાયો છે.

(9:24 am IST)