Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વોલ્વો ભારતમાં સૌથી નાની નવી XC40 SUV કરશે લોંચ

કિંમત ૩૧ લાખથી ૪૪ લાખ સુધી હશે

નવી દિલ્હી, તા.૨૫ : વોલ્વો ભારતમાં પોતાની નવી XC40 SUV લોંચ કરશેે. આ કાર વોલ્વોની સૌથી નાની SUV હશે. કારમાં વોલ્વો આ કાર ૨.૦ લીટર, ૪ સિલિંડર, ટર્બો ડીઝલ મોટર સાથે લોંચ કરી શકે છે.

આ ઉપરાંત ૧૯ ઈંચ અલોય વ્હીલ્ઝ, એકિટવ બેડિંગ લાઈટ્સ, વાયરલેસ મોબાઈલ ફોન ચાર્જિંગ, ૭૫૦ વૉટનો ૧૩ સ્પીડ હરમન કાર્ડન સાઉંડ સિસ્ટમ આપવામાં આવશે કારની એકસ શોરૂમ કિંમત ૩૧થી ૪૪ લાખ સુધી છે

(9:49 am IST)