Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

કર્ણાટકમાં ભારે વરસાદથી કોફીનું ઉત્પાદન ઘટશે

બ્લેક રોટ રોગને કારણે પણ કોફીના પાક પર પ્રતિકૂળ અસર

કર્ણાટકમાં ભારે વરસાદથી કોફીનું ઉત્પાદન ઘટવાની ભીતિ છે. કર્ણાટકમાં કોફી ઉત્પાદક કોડાગુ, ચિક્કમલુર અને હસન જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે આ વર્ષે કોફીના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. દેશના કુલ કોફી ઉત્પાદનનો અંદાજે ૭૦ ટકા હિસ્સો આ જિલ્લાઓમાંથી ઉત્પાદન કરાય છે.

આ વિસ્તારોમાં ગયા વર્ષનું તુલનાએ ૩૦-૪૦ ટકા વધુ વરસાદ વરસ્યો છે.  ઉપરાંત બ્લેક રોટ રોગને કારણે કોફીના પાક પર પ્રતિકૂળ અસર જોવાઈ છે. ગયા વર્ષે કોફીનું ઉત્પાદન ૩.૧૬ લાખ ટન જેટલું થયું હતું, પરંતુ આ વખતે તેમાં ઘટાડો થવાની સંભાવના છે.

(9:57 am IST)