Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

વિદેશી હૂંડિયામણ અનામત ભંડોળ ૪૦૦ અબજ ડોલરને પાર પહોંચ્યું

નવી દિલ્હી, તા.૨૪ : રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સાપ્તાહિક હેવાલ મુજબ ૧૪મી સપ્ટેમ્બર સપ્તાહમાં ફોરેન એકસચેન્જ રીઝર્વ ૧.૨૦૭ અબજ ડોલર વધીને ફરી ૪૦૦ અબજ ડોલરને પાર પહોંચ્યું છે.

અગાઉના સપ્તાહે ફોરેકસ રીઝર્વ ૮૧.૯૫ કરોડ હતી. ૩૯૯.૨૮૨ અબજ ડોલરના લેવલે પહોંચ્યું હતુ, જે આ સપ્તાહે વધીને ૪૦૦.૪૮૯ અબજ ડોલર રહ્યું છે. દેશના એફસીએમાં થયેલ વધારાને પગલે આ વધારો જોવા મળ્યો છે.

અઠવાડિયામાં દેશના ફોરેન કરન્સી એસેટ(FCAs)માં ૧.૦૫૫ અબજ ડોલરનો વધારો નોંધાયો છે. કુલ રીઝર્વમાં મહત્વનો ફાળો ધરાવતા એફસીએ વધીને ૩૭૬.૧૫૪ અબજ ડોલર થયા છે.

(9:55 am IST)