Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

હવે નાફેડ ૧૩ હજાર ટન ડુંગળી બજારમાં ઠલવશે? : ભાવ વધુ ઘટવાની શકયતા

સરકારે ખરીદેલ ડુંગળીનું બજારમાં વેચાણ શરૂ કરવા તજવીજ

રાજકોટ, તા.૧૮ : બજારમાં ડુંગળીના ભાવમાં જબરો ઘટાડો જોવાઈ રહ્યો છે. તેવામાં નાફેડ દ્વારા ખરીદાયેલ ૧૩ હજાર ટન ડુંગળી બજારમાં વેચાણ કરાશે તેમ જાણવા મળે છે. નાફેડની ડુંગળી બજારમાં ઠલવાશે તો ભાવ વધુ ઘટશે તેમ મનાય છે. દેશમાં ડુંગળીનાં ઘટી હતાં. ભાવને નિયંત્રણમાં થવા ડુંગળીનું હવે ફરી બજારમાં વેચાણ શરૂ કરવામાં આવશે.

નાફેડ દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન લાસણગાંવ સહિતની. નાશીકની બીજી મંડીઓમાંથી સરકારે ખરીદેલી ડુંગળી પૈકી ૧૩ હજાર ટન ડુંગળીનું બજારમાં પુનઃવેચાણ શરૂ કરવામાં આવશે તેમ ઉચ્‍ચ વર્તુળોએ જણાવ્‍યું હતું.

નાફેડના મેનેજિંગ ડિરેકટકર સંજીવ કુમાર ચઢાએ જણાવ્‍યું હતું કે પાંચ મહિના પહેલા નાફેડ કુલ ૨૫થી ૩૦ હજાર ટન ડુંગળીની નાશીકની ખરીદી શરૂ કરી હતી. ડુંગળીના ભાવ ઘટી ગયા હોવાથી સરકારે પ્રાઇસ સ્‍ટેબિલાઇઝર ફંડ મારફત ડુંગળીની ખરીદી કરી હતી. હવે નાફેડ ગ્રાહક મંત્રાલયની સૂચન મુજબ તબક્કાવાર વેચાણ શરૂ કરશે.

(12:38 pm IST)