Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

કર્ણાટકમાં ભારે વરસાદ અને તોફાની હવામાનને પગલે લાલ મરચામાં તેજી

નવી દિલ્હી તા:22 ગત પખવાડિયે દક્ષિણના રાજ્યો ખાસ કરીને કર્ણાટકમાં ભારે વરસાદ અને તોફાની હવામાનને કારણે લાલ લાલ મરચાના પાકને નુકશાન થયા બાદ હાલમાં બજારમાં પુરવઠાની ખેંચને કારણે લાલ મરચામાં લાલચોળ તેજી જોવાઈ રહી છે છેલ્લા એકાદ સપ્તાહથી રિટેલ બજારમાં મરચાંની કિંમતમાં બમણો વધારો થઈ ગયો છે,.

  જાણકારોના માનવા મુજબ મરચાંના ભાવ દર વર્ષે ચોમાસામાં વધે છે, પરંતુ આ વર્ષે મરચાંના પુરવઠામાં ગંભીર અછતને કારણે ભાવમાં વધુનો જ વધારો થયેલો જોવા મળ્યો છે. તેમજ ઊંચી માંગ અને નબળા પુરવઠાના કારણે મરચાંના ભાવમાં અતિશય વધારો થયો છે.

 મોટા ભાગના શાકભાજી કર્ણાટકમાંથી આવે છે. ઉપરાંત ભારે વરસાદ અને તોફાની હવામાનને લીધે ખેતરોમાં મોટાભાગનો પાક નાશ પામ્યો હતો , જેના કારણે નબળો પાક થયો હતો.

(10:59 am IST)