Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

નાફેડના ચણાના વેચાણથી દબાણઃધાણા-હળદરમાં સુધારોઃમેન્થાઓઇલમાં રિકવરી

રાજકોટ, તા.૧૯ :  નાફેડ દ્વારા ચણાના વેચાણના કારણે ચણામાં ઘટાડો જોવા મળ્યો હોવાનું જણાવાઈ છે. વાયદામાં લગભગ અડધા ટકાની નીચે કારોબાર થઈ રહ્યો છે, જયારે એરંડામાં પણ મામુલી નરમાશ જોવા મળી રહી છે.

મસાલા પેકમાં ધાણા અને હળદરમાં અડધા ટકાની તેજી જોવાઈ છે  જયારે રાઈમાં દબાણ જોવા મળી રહ્યું છે. જોકે કપાસીયા ખોળ સાથે ગુવાર પેકની કિંમતોમાં નીચલા સ્તરેથી રિકવરી રહી છે. ખાદ્ય તેલો સાથે સોયાબીનમાં પણ નરમાશ જોવા મળી છે. જોકે મેન્થા ઓઈલની કિંમતોમાં રિકવરી આવતા વાયદામાં લગભગ અડધા ટકાની તેજી જોવા મળી રહી છે. (૨૪.૨)

(11:12 am IST)