Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સૌરાષ્ટ્રમાં નવી મગફળીની વધતી આવક

રાજકોટ, તા.૨૫  : છેલ્લા સપ્તાહથી શરૂ થયેલ મગફળીની આવકોમાં વધારો થઇ રહયો છે. નવી મગફળીની આવકો વધતા અને નાફેડ દ્વારા ઓકટોબર મહિનામાં પણ વેચાણ ચાલુ રહેતેવી શકયતા છે. જોકે સરકાર દ્વારા જો ભવાન્તર યોજના લાગુ કરાય તો તેના અમલીકરણમાં મહિનો નીકળી જાય તેમ હોવાનું મનાય છે.

 આ દરમિયાન નવી મગફળીની સૌરાષ્ટ્રમાં આવકો વધી છે અને ડાયરેકટ ડિલિવરીના વેપાર પણ સારા થયા છે. વેપારીઓના અંદાજ મુજબ ૮ થી ૧૦ હજાર ગુણીની આવક થઇ છે અને મગફળીના ભાવ કવોલિટી પ્રમાણે કવોટ થયા હતા.

 

(9:46 am IST)