Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

દેશમાં ખરીફ વાવેતર ૧૦૫૮ લાખ હેકટરે પહોંચ્યું કપાસ અને કઠોળનું ઘટ્યુ : શેરડીની વાવણી વધી

રાજકોટ, તા.૨૫ : દેશમાં ખરીફ વાવેતર ૧૦૫૮ લાખ હેકટરે પહોંચ્યું છે.  કૃષિ મંત્રાલયના આંકડા મુજબ ખરીફ પાકનો વાવેતર વિસ્તાર ગત વર્ષની તુલનાએ વધ્યો છે. જૂનથી ૨૦ સપ્ટેમ્બર સુધીમાં ૧૦૫૭.૮૧ લાખ હેકટરમાં વાવેતર કરાયું છે, જે ગતવર્ષે ૧૦૫૧.૩૬ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આમ ૦.૬૧ ટકાનો વધારો થયો છે.

આ વર્ષે સરકારે ૧૦૫૮.૧૦ લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં ચોખા, તેલીબિયાં અને ખાંડમાં વધારો જોવા મળ્યો છે. ચોખાના વાવેતરમાં અગાઉના વર્ષના ૩૮૫.૮૫ લાખ હેકટર ઉત્પાદનની તુલનાએ ૨.૩૬ ટકા વધારો થયો છે. આ ઉપરાંત ઓઈલસીડ, મુખ્ય સોયાબીન, તલ અને કેસ્ટોરમાં પણ વધારો થયો છે.

શેરડીનું વાવેતર ૫૧.૪૯ લાખ હેકટર થયું છે, જે ગત વર્ષ કરતાં ૪.૧૭ ટકાનો વધારો દર્શાવે છે. કપાસ હેઠળનો વિસ્તાર ૦.૮૯ ટકા ઘટીને ૧૨૦.૬૪ લાખ હેકટર થયો. કઠોળની ખેતીનો વિસ્તાર પણ ૧.૧૧ ટકા ઘટીને ૧૩૭.૯૩ લાખ હેકટર થયો છે.

(9:45 am IST)