Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૧૦ ટકા ઘટીને ૧૦૦ લાખ ટનથી પણ ઓછું થવાનો અંદાજ

શેરડીની ઉત્પાદકતામાં ઘટાડો અને ઓછો વરસાદ કારણભૂત

રાજકોટ, તા.૨૫ : મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ૧૦ ટકા ઘટવાની સંભાવના છે. પ્રતિ હેકટર શેરડી ઉત્પાદકતામાં ઘટાડો થવાની ભીતિ છે. વેસ્ટર્ન ઇન્ડિયન સુગર મિલ્સ એસો. (ડબ્લ્યુઆઈએસએમએ) એ જણાવ્યું હતું કે, રાજયની કુલ ખાંડનું ઉત્પાદન અંદાજ કરતાં ૧૦ ટકા ઓછું થઈ શકે છે, જે ૧૦૦ લાખ ટન કરતા નીચે જશે.

વિસ્માએ જણાવ્યું હતું કે, ઓછા વરસાદને કારણે મરાઠાવાડા, સોલાપુર, અહમદનગર અને ખાનદેશ જેવા વિસ્તારોમાં ૧૫-૨૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસો,(આઈએસએમએ)એ વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રારંભિક અંદાજમાં જણાવ્યું હતું કે, દેશનું બીજું સૌથી મોટું ખાંડ ઉત્પાદક રાજય મહારાષ્ટ્રમાં ગયા વર્ષના ૧૦૭.૧૫ લાખ ઉત્પાદનમાં ૩-૭ ટકાનો વધારો થઈ ૧૧૦-૧૧૫ લાખ ટન થવાની ધારણા છે.

(9:43 am IST)