Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

દેશમાંથી ઘઉંની સરકારી ખરીદી ૩૩૩ લાખ ટને પહોંચીઃ સરકારી લક્ષ્યાંકને વટાવી ગઈ

પંજાબ અને હરિયાણામાંથી સૌથી વધુ ખરીદી કરાઈ

નવી દિલ્હી, તા.૨૩ : દેશમાંથી ઘઉંની સરકારી ખરીદી ૩૩૩ લાખ ટન થઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા બફર સ્ટોક માટે ટેકાના ભાવ ઘઉંની ખરીદીના લક્ષ્યાંકને વટાવી ગઇ છે. મળતા આંકડા મુજબ ૨૧મીમે સુધીમાં દેશમંથી સરકારે ૩૩૨.૬ લાખ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરી છે. જયારે ૩૨૦ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. ખાદ્ય મંત્રાલયે જણાવ્યું કે પાછલાં વર્ષની ૨૮૭.૨ લાખ ટનની ખરીદી સામે ચાલુ વર્ષે ટેકાના ઘઉંની ખરીદીમાં ૧૬ ટકાનો વધારો નોંધાયો છે.

કૃષિ મંત્રાલયના નવા અંદાજ મુજબ ચાલુ વર્ષે દેશમાં ઘઉંનું ઉત્પાદન ૯૮૬.૧ લાખ ટનની નવી વિક્રમી ઊંચાઇએ પહોંચવાની ધારણા છે. જયારે પાછલાં માર્કેટિંગ વર્ષમાં ૯૭૫ લાખ ટન દ્યઉંનું ઉત્પાદન થયું હતું.

સરકારી એજન્સીએ પંજાબમાં ૧૨૬.૬ લાખ ટનની આવકમાંથી ૧૨૬.૧ લાખ ટન દ્યઉંની ટેકાના ભાવે પખરીદી કરી છે. જે ગત વર્ષની તુલનાએ આઠ ટકાનો વધારો દર્શાવે છે.જયારે હરિયાણમાં દ્યઉંની ખરીદી પણ ૧૮ ટકા વધીને ૮૭.૩ લાખ ટન રહી છે.

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના માર્કેટ યાર્ડોમાં દૈનિક લગભગ એક લાખ ટન ઘઉંની આવક થઇ રહી છે. જે પાછલાં વર્ષની સરખામણીએ લગભગ ૭૧ ટકા જેટલી વધારે છે. ઉત્તરપ્રદેશમાં ૩૬ લાખ ટન અને મધ્યપ્રદેશમાં દ્યઉંની ખરીદી નિર્ધારિત લક્ષ્યાંકને વટાવીને ૬૭ લાખ ટને પહોંચી ગઇ છે.

 

(9:51 am IST)