Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

એપ્રિલમાં દેશના પાવર પ્લાન્ટ માટેના કોલસાની આયાતમાં ૨૨ ટકાનો ઘટાડો

આયાતી કોલસા આધારિત પ્લાન્ટમાં ડીલીવરી દ્યણી ઓછી

નવી દિલ્હી, તા.૨૩  : એપ્રિલમાં દેશના પાવર પ્લાન્ટ દ્વારા કોલસાની આયાતમાં ૨૨.૨૩ ટકાનો ધટાડો થયો છે. આયાત ઘટીને ૩.૭૩ મિલિયન ટનના સ્તરે સરકી ગઇ છે. સેંટ્રલ ઇલેકટ્રીસીટિ ઓથોરિટી (સીઇએ)ની આંકડાકીય માહિતી મુજબ પાવર પ્લાન્ટ દ્વારા કોલસાની આયાત એપ્રિલમાં ઘટીને ૩.૭૩૧ મિલિયન ટન (મેટ્રિક ટન) રહી જે ગત વર્ષના એપ્રિલમાં ૪.૭૯૮ મિલિયન ટન હતી. જેની પાછળ મુખ્ય કારણ આયાતી કોલસા આધારિત પ્લાન્ટમાં ડીલીવરી દ્યણી ઓછી થઇ છે.

જો કે સ્થાનિક કોલસા સાથે સંમિશ્રણ પાવર પ્લાન્ટદ્વારા કુલ કોલસાની આયાત ગત વર્ષના એપ્રિલની ૧.૦૭૮ મિલિયન ટનથી વધીને ૧.૪૨૭ મિલિયન ટન થઇ ગઇ છે. આ આંકડા પરથી સ્પષ્ટથાય છે કે આયાતી કોલસા આધારિત પાવર પ્લાન્ટ દ્વારા આયાતમાં ધટાડો થયો હતો.

(9:50 am IST)