Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

પેટ્રોલિયમ પેદાશો પરની એકસાઇઝ ડ્યુટી ઘટાડોઃ ઉદ્યોગ સંગઠનની માંગઃ જીએસટીમાં સામેલ કરો

ઉધોગ સંગઠન ફિક્કી અને એસોચેમે પણ માંગ ઉઠાવીઃ આર્થિક વૃદ્ઘિદરને વિપરીત અસર

રાજકોટ, તા.૨૩ : પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી પરેશાન સામાન્ય લોકો બાદ હવે ઉધોગ જગતે પણ ચિંતા વ્યકત કરતા સરકાર સમક્ષ પેટ્રોલિયમ પેદાશો પરની એકસાઇઝ ડ્યુટી ઘટાડવાની માંગ કરી છે. દરરોજ વદ્યી રહેલા ભાવની દેશના આર્થિક વ્રુદ્ઘિ દર પર વિપરિત અસર થશે તેમ જણાવાયુ છે.

  ઉધોગ સંગઠન ફિક્કી અને એસોચેમે પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતોના લાંબાગાળાના સમાધાન માટે પેટ્રોલ-ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) સિસ્ટમ અંતર્ગત લાવવા સુચન કર્યુ છે. તેમણે કહ્યુ છે કે રૂપિયાના નબળાઇના પગલે દેશની પેટ્રોલિયમ પેદાશોનો આયાત ખર્ચ વધવાની સંભાવના છે. જે છેલ્લે તો ફુગાવાના દરને જ પ્રભાવિત કરશે.

ફિક્કીના અધ્યક્ષ રાશેષ શાહે કહ્યુ હતુ કે વૈશ્વિક સ્તરે ક્રુડના ભાવ ફરી એક વખત તેજી તરફ છે. તેની સાથે ઉંચો મોંધવારી દરથી મોટુ આર્થિક જોખમ, મોટી વેપારી ખાધ અને રૂપિયાના મૂલ્યમાં ઘડાડાના પગલે ચૂકવણીના સંતુલન પર પણ દબાણની અસર થશે.

શાહે કહ્યુ હતુ કે ક્રુડના ભાવમાં થઇ રહેલો વધારો ભારતની આર્થિક વ્રુદ્ઘિ માટે ફરી એક વખત ગંભીર જોખમ ઉભુ કરી શકે છે. કેન્દ્ર સરકારોએ રાજય સરકારોને પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે નિર્દેશ આપવો જોઇએ અને તાકીદે તેના પરની એકસાઇઝ ડ્યુટિ ઘટાડવી જોઇએ.

એસોચેમના મહાસચિવ ડી એસ રાવતે કહ્યુ હતુ કે એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડાથી પેટ્રોલ-ડીઝલની વદ્યતી કિંમતોથી લોકોને આંશિક રાહત મળશે જયારે તેના લાંબાગાળાના સમાધાન માટે તેને જીએસટી હેઠળ સામેલ કરી લેવુ જોઇએ.

(9:50 am IST)