Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જેમ્સ એન્ડ જવેલરીની નિકાસમાં ઘટાડોઃ ચાંદીની ૯૫ ટકા અને ગોલ્ડ જવેલરીમાં ૪૯ ટકાનું ગાબડું

આયાત ર૪ ટકા ઘટીને ર.૩પ અબજ ડોલરઃરફ ડાયમંડની આયાત ૧૩ ટકા ઘટી

નવી દિલ્હી, તા.૨૩ : જેમ્સ એન્ડ જવેલરી સેકટરમાં મંદીનો માહોલ જોવાઈ રહયો છે અને નિકાસ મોરચે પીછેહઠનો સામનો કરવો પડી રહ્યો છે. યુએઈ સહિતના દેશોમાં નબળી માંગને કારણે એપ્રિલમાં જેમ્સ એન્ડ જવેલરીની નિકાસ રર ટકા દ્યટીને ર.૬ અબજ ડોલર રહી હતી.   

જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ એપ્રિલ ર૦૧૭માં જેમ્સ એન્ડ જવેલરીની નિકાસ ૩.૩૧ અબજ ડોલરની થઈ છે. ભારતીય જેમ્સ એન્ડ જવેલરી નિકાસના મુખ્ય સ્થળોમાં હોંગકોંગ, યુએઈ અને યુએસનો સમાવેશ થયા છે. કુલ જેમ્સ એન્ડ જવેલરીની નિકાસમાં આ ત્રણ દેશો ૮૦ ટકા હિસ્સો ધરાવે છે.

  જીજેઈપીસીના વાઈસ ચેરમેન કોલિન શાહે જણાવ્યુ કે, યુએસએ ડાયમંડ અને જવેલરીનો સૌથી મોટી ગ્રાહક છે. દેશની જીડીપીમાં જેમ્સ એન્ડ જવેલરીનો ફાળો સાત ટકા છે જયારે માર્ચન્ડાઈસ એકસપોર્ટમાં ૧પ ટકા હિસ્સો ધરાવે છે. એપ્રિલમાં સિલ્વર,ગોલ્ડ મેડલેઅન્સ અને કોઈનમાં નેગેટિવ ગ્રોથ નોંધાવી હતી.

સત્તાવાર આંકડા મુજબ એપ્રિલમાં ચાંદીની નિકાસ ૯પ.પ ટકા ઘટીને ૩પ૩.૧૯ લાખ ડોલર થઈ છે. ગોલ્ડ મેડલેઅન્સ અને કોઈનની નિકાસ ૮૭.૬ ટકાનો દ્યટાડો થયો છે. કુલ ગોલ્ડ જવેલરીની નિકાસ ૪૯ ટકા ઘટીને ૯૧૩૦ લાખ ડોલર થઈ છે. બીજી બાજુ કટ અને પોલિશ્ડ ડાયમંડના શિપમેન્ટમાં ૧૪ ટકાની વૃદ્ઘિ થઈ છે.

એપ્રિલમાં જેમ્સ એન્ડ જવેલરીની આયાત ર૪ ટકા ઘટીને ર.૩પ અબજ ડોલર થઈ છે. તો રફ ડાયમંડની આયાતમાં ૧૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છે કે, જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રે ચાઈના ભારતનો સૌથી મોટો હરીફ છે. નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં જેમ્સ એન્ડ જવેલરીની નિકાસ આઠ દ્યટીને ૩ર.૭ર અબજ ડોલરની થઈ છે.

(9:50 am IST)