Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

વીવોનો ભારતમાં 'વાય-૮૩' સ્માર્ટફોન લોન્ચઃ કી.૧૪૯૯૦

નવી દિલ્હી, તા.૫ : ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વીવોએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન વિવો વાય-૮૩ લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની કિંમત કિંમત ૧૪,૯૯૦ રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન દેશના તમામ ઓનલાઈન તેમજ રિટેલ સ્ટોર્સમાં મળશે.

આ સ્માર્ટફોનમાં ૬.૨૨ ઈંચની એચડી ડિસ્પ્લે છે. તેમાં ઓકટાકોર મીડિયાટેક પ્રોસેસર અપાયું છે. સ્માર્ટફોનમાં ૪જીબી રેમ છે અને ૩૨જીબી અનબિલ્ટ સ્ટોરેજ સહિતના ફિચર્સ આપવામાં આવ્યા છે.

(10:12 am IST)