Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

અનુષ્કા શર્માએ બેબી બંપ સાથે કરાવ્યું ગજબ ફોટો શૂટ : વિરાટે કહ્યું બ્યુટીફૂલ

 મુંબઇ,તા.૩૧ : બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અત્યારે પોતાનો પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ત્યારે આ દરમિયાન તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે મજેદાર પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં જ અનુષ્કા એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે. તેણે પોતાના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અનુષ્કા શર્મા તેનું બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે. તેના આ ફોટોશૂટની તેના પતિ વિરાટ કોહલીએ ખૂબ પ્રસંશા કરી છે.

અનુષ્કા શર્માએ તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો તેના લેટેસ્ટ વોગ ફોટોશૂટની છે. આ ફોટોશૂટમાં અનુષ્કા શર્મા બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે. તેણે જે તસવીર શેર કરી છે, તેમાં અનુષ્કા લોન્ગ કોટ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે ઓફ વ્હાઇટ બ્લાઉઝ અને ટ્રાઉઝર પહેરેલું છે. આ ફોટોશૂટમાં અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેનો બેબી બમ્પ એકદમ કયૂટ લાગી રહ્યો છે.

આ તસવીર શેર કરતા અનુષ્કા શર્માએ લખ્યું છે કે, 'આ મૈં મારા માટે, જીવન માટે કેપ્ચર કર્યું છે.. આ ખૂબ જ મજેદાર હતું.' તેની આ તસવીર ઈન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ થઈ રહી છે. આ અંગે ચાહકોની અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે, સાથે જ અનેક બોલિવૂડ હસ્તીઓએ પણ કમેન્ટ કરી છે. અનુષ્કાના આ ફોટોશૂટને જોતા વિરાટે કમેન્ટ કરતાં લખ્યું- 'બ્યૂટી ફૂલ'

(11:37 am IST)