Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

મોૈનીએ કરાવ્યું વધુ એક ફોટોશૂટ

ખુબસૂરત અભિનેત્રી મોૈની રોય ટીવી પરદેથી હવે ફિલ્મી પરદે પહોંચી ચુકી છે. વેસ્ટ બેંગાલ બિહાર કુચમાં જન્મેલી મોૈની મોડેલ, અભિનેત્રી, ગાયિકા અને સારી ડાન્સર પણ છે. ૨૦૦૬માં તેણે કયું કી સાસ ભી કભી બહૂ થી શોથી અભિનય શરૂ કર્યો હતો. કહોના યાર હૈ, કસ્તુરી, ઝરા નચ કે દીખા, ફિર કોઇ હૈ, દેવો કે દેવ મહાદેવ, જુનૂન, નચ બલીયે, નાગિન સિરીઝ, એક થા રાજા એક થી રાની, કોમેડી નાઇટ્સ લાઇવ સહિતના શો કરી ચુકી છે. ઝી ફાઇવની લંડન કોન્ફીડેન્શિયલ પણ તાજેતરમાં રિલીઝ થઇ હતી. ગોલ્ડ ફિલ્મથી તેણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એ પછી રોમીયો અકબર વોલ્ટર, મેડ ઇન ચાઇના જેવી ફિલ્મો કરી છે. હવે રણબીર-આલિયા સાથે બ્રહ્માસ્ત્ર કરી રહી છે. ટીવી પરદે કામ કરીને અનેક એવોર્ડ પણ જીતી ચુકી છે. મોૈની સોશિયલ મિડીયા પર સતત હોટ-બોલ્ડ તસ્વીરોથી ચર્ચા જગાવતી રહે છે. તાજેતરમાં તેના નવા ફોટોશૂટે ખુબ ચર્ચા જગાવી હતી. તેની બ્લેક બિકીનીવાળી તસ્વીરો ખુબ વાયરલ થઇ હતી. સમય મળતાં જ તે નવા ફોટોશૂટ કરાવી લે છે.

(9:35 am IST)