Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

દીપિકાની અપકમિંગ ફિલ્મ " છપાક " ને સેન્સર બોર્ડનું U સર્ટીફેકેટ મળ્યું : એકપણ કટ વિના લીલીઝંડી મળી

ફિલ્મમાં એસિડ એટેક સર્વાઈવર કેવી રીતે દર્દનાક ઘટના બાદ જીવનની સફર શરૂ કરે છે તેની વાત

 

મુંબઈ : દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસી સ્ટારર મેઘના ગુલઝારની  ફિલ્મ 'છપાક'ને સેન્સર બોર્ડે 'U' સર્ટિફિકેટ આપ્યું છે. આ ફિલ્મને એકપણ કટ વગર લીલી ઝંડી મળી ગઈ છે.સેન્સરના નિર્ણય પર ફિલ્મના ડિરેક્ટર મેઘના ગુલઝારે ખુશી વ્યક્ત કરતા જણાવ્યુ કે, ''છપાક જેવી ફિલ્મને U સર્ટિફિકેટ મળવું ઘણુ મુશ્કેલ છે.'

 ' મેઘનાએ આગળ જણાવ્યુ કે, નસીબથી મારી તમામ ફિલ્મો એકપણ કટ વગર પાસ થઇ છે. ક્યારેક અમુક ડાયલોગ્સને લઇને મુશ્કેલી પડી છે જેને રિપ્લેસ કરવામાં આવ્યા હોય, પરંતુ કોઇપણ પ્રકારના કટ માટે કહેવામાં આવતુ નથી. આનાથી મારો વિશ્વાસ વધી ગયો છે કે ઓડિયન્સની જેમ સેન્સર બોર્ડ અને મેકર્સના કોન્સેપ્ટને સમજે છે, જો કોન્સેપ્ટ સારો અને સ્પષ્ટ હોય તો ફિલ્મના ક્રિએટિવ એક્સપ્રેશન પર પાંબદી નહી લગાવે.''

 

 દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસીની ફિલ્મ 'છપાક'એક એસિડ એટેક સર્વાઈવર કેવી રીતે આ દર્દનાક ઘટના બાદ પોતાની જીવન સફર શરૂ કરે છે, તેની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં દીપિકાએ માલતીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ દિલ્હી સ્થિત એસિડ એટેક પીડિતા લક્ષ્‍મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ફિલ્મમાં વિક્રાત મેસી રિપોર્ટરના રોલમાં છે.

 

(12:03 am IST)