Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

સની હિન્દુસ્તાનીને વધુ એક ફિલ્મમાં મળી ગઇ ગીત ગાવાની તક

રિયાલીટી શો ઈન્ડિયન આઇડલ-૧૧ના અનેક સ્પર્ધકો એવા છે જેને આ શો હજુ ચાલુ છે ત્યાં જ પ્લેબેક સિંગર તરીકે સાઇન કરી લેવાયા છે. ઇમરાન હાસમીની  ફિલ્મ ધ બોડીમાં ઇન્ડિયન આઇડલના સ્પર્ધક સની હિન્દુસ્તાનીને એક ગીત મળ્યું છે. રોમ-રોમ નામનું ગીત તેને મળ્યુ઼ છે. સનીએ કહ્યું હતું કે ઇન્ડિયન આઇડલ અને વિશાલ દદલાણીને કારણે મારું ફિલ્મમાં ગીત ગાવાનું સપનુ પુરૂ થયું છે. મેં કદી પણ હું ફિલ્મમાં ગીત ગાઇશ એવું વિચાર્યુ પણ નહોતું. સનીએ કહ્યું હતું કે સમીરજીને એવા ગાયકની જરૂર હતી જે રોમ રોમ ગીત ગાઇ શકે. તેણે વિશાલજીને વાત કરતાં વિશાલજીએ મારું નામ સુચવ્યું હતું. સમીર સરે મારો અવાજ સાંભળ્યા પછી કહ્યું હતું કે આ ગીત માટે હું બરાબર ફીટ બેસુ છું. જીતુ જોસેફ નિર્દેશીત થ્રિલર ફિલ્મ ધ બોડી રિલીઝ થઇ ચુકી છે. નિર્ણાયક, સિંગર, કમ્પોઝર હિમેશ રેશમીયાએ પણ સનીને ફિલ્મમાં એક ગીત ગાવાની તક આપશે તેવી ખાત્રી આપી છે. અનુ મલિક આ શોમાં જજ હતાં, તેની જગ્યાએ હિમેશ રેશમીયાને લેવાયા છે.

(9:59 am IST)