Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

અનેરીને મળી વધુ એક વેબ સિરીઝ

વર્ષ ૨૦૧૪-૧૫માં સ્ટાર પ્લસ પર આવેલી રોમાન્ટીક ડ્રામા સિરીયલ નિશા ઓૈર ઉસકે કઝિન્સમાં નિશાનું પાત્ર ભજવી જાણીતી બનેલી અનેરી વાજાણી હવે ટીવી અને વેબ સિરીઝનો જાણીતો ચહેરો બની ગઇ છે. કાલી-એક પુનઃઅવતારથી અભિનય કારકિર્દી શરૂ કરનાર મુળ નવસારીની અનેરીએ નિશા ઓૈર ઉસકે કઝિન્સ અને પ્યાર તુને કયા કિયા, યે હૈ આશિકી, બેહદ, લાલ ઇશ્ક સહિતના ટીવી શો કર્યા છે. બહેદમાં અનેરીએ સાંજ માથુરનું પાત્ર ભજવ્યું હતું. જે જેનિફરના રોલની સમાંતર હતું. આ ઉપરાંત તે સિલસિલા બદલતે રિશ્તો કાની બીજી સિઝનમાં પરી મલ્હોત્રાના રોલમાં દેખાઇ હતી. હવે તે કૂકીઝ નામની વેબ સિરીઝમાં કામ કરવાની છે. આ સિરીઝનું મથુરા અને વૃંદાવનમાં શુટીંગ થઇ રહ્યું છે. કૂકીઝનું નિર્દેશન દિપ્તીસિંહ અને મનિષ પાલ સિંહ  કરી રહ્યા છે. અનેરી છેલ્લે કલર્સના રિયાલીટી શો કિચન ચેમ્પિયનમાં દેખાઇ હતી. બેહદમાં અનેરીની માતાનું પાત્ર ભજવનાર વિભા ભગત અને સાવન ટાંક પણ આ સિરીઝમાં છે. સતત બીજી સિરીઝ મળતાં અનેરી ખુશખુશાલ બની ગઇ છે.

(9:58 am IST)