Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

ફિલ્મોના સેટ પરથી અભિનય શીખી છું: સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હાએ કહે છે કે વિતી રહેલુ વર્ષ ૨૦૧૯ તેના માટે ખુબ સંતોષજનક અને પરિપૂર્ણ રહ્યું છે. સોનાક્ષીની કલકં, ખાનદાની શફાખાના, મિશન મંગલ, દબંગ-૩ રિલીઝ થઇ છે. આ ચારેય ફિલ્મોના વિષયો અલગ હતાં. મિશન મંગલ સિવાયની ફિલ્મોને વિવેચકો અને દર્શકોએ ખાસ પસંદ કરી નથી. આમ છતાં સોનાક્ષી કહે છે કે આ વર્ષનો અંત સારો થયો છે. હું નસિબદાર છું કે મને ચાર જુદી-જુદી ફિલ્મોમાં મહત્વના રોલ મળ્યા. એક કલાકાર તરીકે હું ખુબ સંતોષ અનુભવી રહી છું અને આ વર્ષ મારા માટે પરિપૂર્ણ રહ્યું છે. દબંગ-૩ને મિશ્ર પ્રતિભાવો મળ્યા છે, આમ છતાં સો કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ત્યારે સોનાક્ષી આ ફિલ્મથી પણ ખુશ છે. સોનાક્ષીએ અભિનયની કોઇ તાલિમ લીધી નથી. તે કહે છે હું જે કંઇ શીખી છું તે ફિલ્મના સેટ પર આવીને શીખી છું. મેં કોઇ વર્કશોપ કે અભિનયની તાલિમ પણ લીધી નથી. મને ફકત એવું કહેવાયું હતું કે તારે દબંગમાં કામ કરવાનું છે. હું સલમાન ખાન પાસેથી અને જે લોકો સાથે કામ કર્યુ એ બધા પાસેથી કંઇ ને કંઇ શીખ્યું છે.

(9:58 am IST)