Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

India's Got Talent-8 નો વિજેતા બન્યો જાવેદ ખાન

મુંબઈ: લોકપ્રિય ટીવી રિયાલિટી ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની આઠમી સીઝનમાં વિનર મુંબઇનો જાદુગર જાવેદ ખાન બન્યો છે. જેને ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ના મન્ચ પર માત્ર જજ નહીં પણ દર્શકોનું દિલ જીતી લીધું હતું. જાવેદ ખાને ટ્રોફી સાથે એક મારુતિ કાર અને 25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. ગ્રેન્ડ ફિનાલેમાં જાવેદ ખાનનો પૂરો પરિવાર હાજર રહ્યો હતો. જાવેદ વિનર બન્યો પછી ત્યાં મંચ પર તેને એલાન કર્યું કે પૈસાથી તે માતા પિતા માટે મકાન ખરીદશે અને તેમનું સપનું પૂરું કરશે. ટીવી પર દોઢ મહિના સુધી ચાલેલ લોકપ્રિય શો ઈન્ડિયાઝ ગોટ તેનેલેન્ટ શોનો અંત શનિવારના રોજ થયો હતો. જાવેદ ખાન મૂળ રાજસ્થાનનો રહેનાર છે.

(5:22 pm IST)