Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

બીગબીની ''ગુલાબો સિતાબો'' હવે ૨૮ ફેબ્રુ-૨૦૨૦ના રોજ રીલીઝ થશે

બે મહિના વ્હેલી રિલીઝ થશે

મુંબઇ,તા.૩૧:બોલિવુડ એકટર આયુષ્માન ખુરાના એક પછી એકહિટ ફિલ્મ આપી રહ્યો છે. જલદી જ તેની નવી ફિલ્મ રિલીઝ થવાની છે. આ દરમિયાન આયુષ્માન નવી-નવી ફિલ્મોમાં વ્યસ્ત રહે છે. આયુષ્માન પહેલીવાર બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'ગુલાબો સિતાબો'માં જોવા મળશે. આ ફિલ્મને લઈને આયુષ્માન ખૂબ ઉત્સાહિત છે. થોડા સમય પહેલા આ ફિલ્મમાંથી અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો અને હવે આયુષ્માનનો લૂક સામે આવ્યો છે.

હાલમાં જ ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વિશેની જાણકારી આપી છે. તેણે ટ્વિટ કરીને ફિલ્મની નવી રિલીઝ ડેટ જણાવી છે. સાથે આયુષ્માનનો નવો લૂક પોસ્ટ કર્યો છે. આ તસવીરમાં આયુષમાન અને અમિતાભ બંને કોઈ અસમંજસમાં હોય તેવું લાગી રહ્યું છે. આયુષ્માન એક બ્રાઉન રંગના સ્ટ્રીપ્ડ શર્ટ અને પાયજામામાં જોવા મળે છે. આયુષ્માનનો લૂક એકદમ સાધારણ વ્યકિત જેવો છે.

'ગુલાબો સિતાબો'માં અમિતાભનો લૂક કેવો હશે તે મહિનાઓ પહેલા જ બહાર આવ્યું હતું. આ લૂકમાં બિગ બીને ઓળખવા પણ મુશ્કેલ હતા. તરણ આદર્શે પોસ્ટ કરેલી તસવીરમાં આયુષ્માનના હાથમાં એક બેગ છે અને બિગ બીના ખભે થેલો જોવા મળે છે. ફોટોમાં પાછળની તરફ પોલીસ ઊભેલી જોવા મળે છે.

'ગુલાબો સિતાબો'ડાયરેકટર શૂજીત સરકારની ફિલ્મ છે. આ ફિલ્મ હવે લગભગ બે મહિના વહેલી રિલીઝ થઈ જશે. પહેલા આ ફિલ્મ ૨૪ એપ્રિલ ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ હવે ફિલ્મ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦દ્ગક્ન રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું શૂટિંગ લખનૌમાં થયું છે. જેમાં બિગ બી એક નવાબના રોલમાં જોવા મળે છે. તેમના ઘરમાં આયુષ્માન ભાડુઆત બનીને આવે છે. ફિલ્મમાં બંનેની વાર્તા જોવા મળશે. જણાવી દઈએ કે, આયુષ્માનની ફિલ્મ 'બાલા'૭ નવેમ્બરે રિલીઝ થવાની છે

(11:37 am IST)