Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

નેવુ વર્ષના વૃધ્ધના રોલમાં કમલ હાસન

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર કલમ હાસને બોલીવૂડમાં પણ કામ કર્યુ છે. કમલ હાસન હાલમાં પોતાની ફિલ્મ ઇન્ડિયનની સિકવલ ઇન્ડિયન-૨ના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ૯૦ વર્ષના વૃધ્ધના રોલમાં પણ જોવા મળશે. ફિલ્મમાં તે કેટલાક દમદાર એકશન સિન પણ કરશે. સ્ટંટ કોરિયોગ્રાફર પિટર હિને કહ્યું હતું કે એક  પરફેકશનનિસ્ટ હોવાને કારણે કમલ હાસને બધા એકશન દ્રશ્યો જાતે કરવાનું નક્કી કર્યુ છે. તે દ્રશ્યોને જીવંત રાખવા ઇચ્છે છે. તેમનું બોડી પણ નેવુ વર્ષના વૃધ્ધનો રોલ નિભાવવા માટે પરફેકટ છે. ૧૯૯૬માં આવેલી ફિલ્મ ઇન્ડિયનમાં પણ કમલ હાસને ડબલ રોલ નિભાવ્યા હતાં. જેમાં પણ એક રોલ ૮૦ વર્ષના વૃધ્ધનો હતો. જે બેઇમાન સરકારી કર્મચારીઓ, અધિકારીઓને શોધી શોધીને તેને સબક શીખવે છે. ઇન્ડિયન-૨ સાથે અજય દેવગણ જોડાયાની વાતો પણ વહેતી થઇ હતી. પરંતુ તે બીજા પ્રોજેકટમાં વ્યસ્ત હોવાથી જોડાઇ શકયો નહોતો. કમલ સાથે સિધ્ધાર્થ, નેદુમુડી વેણુ, કાજલ અગ્રવાલ, રકુલ પ્રિત સિંહ અને પ્રિયા ભવાની શંકર મુખ્ય રોલમાં છે.

(10:24 am IST)