Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ચાહકોને ફીદા થવા મજબૂર કરી દે છે સુરભી જ્યોતિ

ટીવી દુનિયામાં ભલે સુરભી પોતાની સીધી સાદી અને સંસ્કારી ઇમેજ ધરાવતી હોય, પરંતુ પોતાની અસલી જિંદગીમાં તે ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ દેખાવાનું પસંદ કરે છે. હાલમાં કલર્સના શો નાગિન-૩માં અનિતા સાથે બીજી નાગીનનું પાત્ર ભજવતી સુરભીને આ શો માટે ચાહકોએ ખુબ પ્રેમ આપ્યો છે. નાગિન-૩ શો તેના માટે દમદાર કમબેક બન્યો છે. આ શો ટીઆરપીમાં સતત ટોચ પર રહેતાં તેનો ફાયદો પણ સુરભીને થયો છે. સુરભીએ તાજેતરમાં કાળા રંગની બિકીની સાથે પોતે પાણીમાં ઉભી હોય તેવી તસ્વીરો પોસ્ટ કરી હતી. જે ખુબ વાયરલ થઇ હતી. ઇંસ્ટાગ્રામ પર આ ઉપરાંત પણ પોતાની અનેક એવી તસ્વીરો પોસ્ટ કરી છે જે જોતાં જ ચાહકો તેના પર ફિદા થવા મજબુર થઇ જાય છે.

(9:42 am IST)