Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

રિતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મના શૂટિંગને લઈને પોર્ટુગલના લોકો પરેશાન:

હાઈ સ્પીડ એક્શન સીક્વન્સના શૂટિંગ માટે મેન બ્રિજને બે દિવસ સુધી બંધ કરવો પડ્યો

ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે અને તેને દર્શકોની સારી પ્રતિક્રિયા મળી રહી છે. આ ફિલ્મને ઘણા દેશોમાં શૂટ કરવામાં આવી છે અને ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન્સ જોવા મળવાના છે. રિપોર્ટ અનુસાર પુર્તગાલના પોર્ટોમાં એક ખૂબ હાઈ સ્પીડ એક્શન સીક્વન્સને શૂટ કરવા માટે શહેરના મેન બ્રિજને બે દિવસ સુધી બંધ કરવો પડ્યો હતો.

ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે  કહ્યું, 'અમે એક ખૂબ હાઈસ્પીડ એક્શન સીક્વન્સ ઋતિક અને ટાઈગરની વચ્ચે પોર્ટોમાં પ્લાન કર્યો હતો. આ સીનમાં ટાઈગર ઋતિકનો પીછો કરી રહ્યો છે અને તેને હાઈ પ્રોફાઈલ સીક્વન્સના કારણે અમારે પોર્ટોના મેન બ્રિજને બે વખત બંધ કરવા માટે પ્રશાસન માટે પરમિશન લેવી પડી હતી.'

આનંદે કહ્યું કે 'સ્થાનીક પ્રશાસન અમારા કાસ્ટ અને ક્રૂની સાથે ખૂબ સપોર્ટિવ હતા. અમને આ ઘમાકેદાર સીનને શૂટ કરવા માટે ક્લીયરન્સ મળી ગયુ હતું. જોકે સ્થાનીક લોકો ખૂબ હેરાન હતા. તેમણે આ પહેલા ક્યારેય પોતાના શહેરને લોક્ડ આઉટ થતા ન હતું જોયુ અને તે ખૂબ ઉત્સુક પણ હતા કે આખરે થઈ શું રહ્યું છે અને તે જોવા માંગતા હતા કે આખરે એવી કઈ ફિલ્મ છે જેના કારણે તેમનો બ્રિજ લોક કરી દેવામાં આવ્યો છે.'

તેમણે આગળ કહ્યું, લોકોની પ્રતિક્રિયાઓ અદ્ભુત હતી કારણ કે ઋતિક અને ટાઈગરના એક્શન સ્ટન્ટ્સ જોઈને ખૂબ આશ્ચર્ય મહેસુસ કરતા હતે. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે.

(11:44 am IST)