Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

'પાનીપત'ના શુટીંગની તૈયારીઃ વિશાળ સેટ તૈયાર

લગાન, સ્વદેશ, જોધા અકબર જેવી ફિલ્મો બનાવનારા આશુતોષ ગોવારીકરની છેલ્લી ફિલ્મ મોહન-જો-દડો સુપર ફલોપ નિવડી હતી. રિતીક રોશન જેવા સુપર સ્ટાર અને નવી અભિનેત્રી પૂજા હેગડેને લઇને બનાવેલી આ ફિલ્મની નિષ્ફળતાને ભુલી જઇ આશુતોષ ફરીથી નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે.

આ ફિલ્મનું નામ છે-પાનીપત. પાણીપતના યુધ્ધ પર આધારીત આ ફિલ્મમાં સંજય દત્ત, અર્જૂન કપૂર અને ક્રિતી સેનનને ફાઇનલ કરી લેવાયા છે અને બીજા અનેક સ્ટારનો જમાવડો હશે. આ ફિલ્મનું શુટીંગ હવે ટૂંક સમયમાં જ શરૂ થઇ જશે. એનડી સ્ટુડિયોમાં આ માટે ખુબ વિશાળ સેટ ઉભો કરવામાં આવ્યો છે. નિતીન દેસાઇ આ સેટ બનાવી રહ્યા છે. ફિલ્મમાં સંગીત અજય-અતુલનું છે. ૬ઠ્ઠી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ફિલ્મ રિલીઝ થશે.

(9:59 am IST)