Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

કેનેડામાં પંજાબી સિંગર રેપર રંધાવા પર હુમલો....

મુંબઈ: સેલેબ્રિટીનું ફેન ફોલોઈંગ તો ભારે માત્રા હોય જ છે. પરંતુ તેને આમ જનતાનું પણ ટેન્શન રહેતું હોય છે. હાલમાં જ બોલિવૂડનાં જાણીતા પંજાબી સિંગર ગુરૂ રંધાવા પર ખતરનાક હમલો થયો છે. કોઈ અજ્ઞાત વ્યક્તિએ આ કારનામું કર્યું છે. આ હમલાનાં લીધે ગુરૂ પુરી રીતે ઘાયલ થયો.આ હમલો ત્યારે થયો કે જ્યારે રંઘાવા એક કાર્યક્રમ કરીને પરત ફરતો હતો. રંધાવાનાં મિત્રએ સોશિયલ મીડિયા પર આ વાત શેર કરી છે. મીડિયા રિપોર્ટમાં જણાવવામા આવી રહ્યું છે કે રંધાવા પર આ હુમલો કનાડામાં થયો છે. કેનાડાનાં વૈકુંઅરથી શો પુરો કરીને રંધાવા પરત ફરતો હતો અને એ દરમિયાન જ એક અજ્ઞાત શખ્સ દ્વારા આ હમલો કરવામા આવ્યો હતો. એ માણસે સીધો માથા પર ઘા માર્યો અને રંધાવા પુરી રીતે ઘાયલ થઈ ગયો છે. તેની સારવાર દરમિયાન બહાર આવ્યું છે કે હવે તેમાં કંઈ જોખમ જેવું નથી. રંધાવાનો આ દોસ્ત કોઈ બીજો નહીં પણ પંજાબી સિંગર પ્રીત હરપાલ જ છે. તેણે પોતાનાં ફેસબુક એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે.

(5:20 pm IST)